• Gujarati News
  • ભુજબળ, ઠાકુર પિતા પુત્રની જોડી િવધાનસભામાં

ભુજબળ, ઠાકુર પિતા -પુત્રની જોડી િવધાનસભામાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િવધાનસભાચૂંટણીમાં ચાર પિતા- પુત્રની જોડી ઊભી રહી હતી. તેમાંથી ભુજબળ અને ઠાકુર િપતા પુત્ર ચૂંટાઈ આવ્યા હતા. નારાયણ રાણે અને ગણેશ નાઈકે પરાજ્ય સ્વીકારવો પડ્યો હતો, પરંતુ તેમના પુત્રો િવજયી થયા હતા.

ગઈ વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદીના કોંગ્રેસના છગન ભુજબળ અને તેમના પુત્ર પંકજ અનુક્રમે યેવલા અને નાંદગાવ મતદારક્ષેત્રમાંથી િવજયી થયા હતા. વખતે પણ તેમણે તેમની િવજયકૂચ ચાલુ રાખી છે. રાષ્ટ્રવાદીના ગણેશ નાઈક અને તેમના પુત્ર સંદીપ ગઈ િવધાનસભાની ચૂંટણીમાં અનુક્રમે બેલાપુર અને ઐરોલી મતદાર ક્ષેત્રમાંથી િવજયી થયા હતા. વખતે ગણેશ નાઈકને પરાજ્ય સ્વીકારવો પડ્યો છે પરંતુ તેમના પુત્રનો િવજય થયો છે.

કોંગ્રેસના નારાયણ રાણેને કુડાળ મતદાર ક્ષેત્રમાંથી આઘાતજનક પરાજ્ય સ્વીકારવો પડ્યો છે. તો તેમના પુત્ર નિતેશ રાણે કણકવલીમાંથી િવજયી થયા છે. બહુજન િવકાસ આઘાડીના હિતેન્દ્ર ઠાકુર અે વસઈ મતદાર ક્ષેત્રમાંથી િવજયી થયા છે. તો તેમના પુત્ર િક્ષતિજ નાલાસોપારા મતદાર ક્ષેત્રમાંથી જીત્યા છે. ગઈ િવધાનસભાની ચૂંટણીમાં હિતેન્દ્ર ઊભા રહ્યા નહોતા અને ક્ષિતિજ નાલા સોપારામાથી િવજયી થયા હતા. તેમણે તેમની િવજયની હારમાળા કાયમ રાખી છે.