• Gujarati News
  • કોટડા (ચાં.) ગામે રોડનું ખાતમૂહુર્ત

કોટડા (ચાં.) ગામે રોડનું ખાતમૂહુર્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારતાલુકાના કોટડા(ચાંદ્રાણી)ગામે રૂા.22 લાખના ખર્ચે મંજૂર થયેલા ગામથી હાઇ-વેને જોડતો 1 કિ.મી. ડામર(એપ્રોચ) રોડના કામનું ખાતમૂહુર્ત સરપંચના હસ્તે કરવામાં આવ્યું હતું. 1 વર્ષ અગાઉ મંજૂર થયેલાં કામને શરૂ કરવા માટેનો વર્કઓર્ડર 10 માસ પહેલાં મળી ગયો હોવા છતાં રાજકીય કિન્નાખોરીથી કામને કોઇના કોઇ બહાના હેઠળ અટકાવવામાં આવી રહ્યું છે, તેવી રજૂઆત સરપંચ વિક્રમ છાંગા દ્વારા રાજ્યસ્તરે વારંવાર કરવામાં આવી હતી. અંજાર ખાતે યોજાયેલા લોક દરબાર કાર્યક્રમમાં કચ્છના પ્રભારી મંત્રી શંકરભાઇ ચૌધરી સમક્ષ રૂબરૂમાં કરેલી રજૂઆતના પગલે કામ શરૂ કરાયું હતું.