• Gujarati News
  • દુબઇમાં માંડવીના જહાજની જળસમાધિ : આઠનો બચાવ

દુબઇમાં માંડવીના જહાજની જળસમાધિ : આઠનો બચાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીહાજી હશન ગ્રૂપ ઓફ કંપનીનું મોહંમદ સલીમ જહાજ દુબઇથી જનરલ કાર્ગો ભરીને શિકોતેર આઇલેન્ડ જતા મધદરિયે પહોંચતા વહેલી સવારે વાતાવરણ તોફાની બનતા દરિયાઇ મોઝા જહાજમાં આવી જતા એન્જિન બંધ પડતા ડુંગર સાથે જહાજ અથડાતા જહાજે જળસમાધિ લીધી હતી. આઠ ખલાસીને ઓમાન નેવીએ બચાવી લીધા હતા.

દુબઇથી 4 ઓક્ટોબરના જનરલ કાર્ગો ભરીને એમએસવી મહંમદ સલીમ એમ.એન.વી.1442 યાસીન મોહંમદ સલીમનું ઓનરશિપનું જહાજ વહેલી સવારે ઓમાનના હુરમુછ દરિયાઇ વિસ્તારમાં તોફાનમાં અટવાયું હતું. જહાજમાં પાણી ભરાઇ જતાં એન્જિન બંધ પડતાં ડુંગર સાથે જહાજ અથડાતા જહાજે જળસમાધિ લીધી હતી.

અંગે માંડવી કચ્છી વહાણવટા એસોસિએશનના પૂર્વ પ્રમુખ હાજી આમદ જુણેજાએ જણાવ્યું કે, ખલાસીને ઓમાન નેવીએ બચાવી લીધા છે, જેમની વધુ સારવાર માટે નેવી બંદરે લઇ જવામાં આવ્યા છે. તમામ ખલાસીઓનું આબાદ બચાવ થયો છે.

ઉલ્લેખનિય છે કે, ઓમાનમાં ઇદ મનાવીને તમામ ખલાસી દુબઇથી શિકોતેર આઇલેન્ડ જતા ઘટનાના સમાચાર માંડવી સલાયાના હાજી હશન પરિવારને મળતા ઇદ રોજા સમાન બની હતી.

મુસ્લિમ હાજીકેર, નૂરમામદ ગની કેર, ખાલીદ ઇલિયાસ કેર, તલબ અહેમદ થઇમ, ફિરોઝ ગફાર મોદી, સલીમ ઉમર કેર, અસ્ગર અયુબ ચિંગારા (જામ સલાયા), વિનોદકુમાર મગરુ (યુપી).

બચી ગયેલા ખલાસીઓ

મધ્ય દરિયામાં જહાજ ડુંગર સાથે ટકરાતા જહાજની સમાધી થઇ હતી, જેમાં આઠ ખલાસીનો આબાદ બચાવ થયો હતો.