સંકલ્પ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના ભૂકંપથી યૂકેમાં તબીબી અભ્યાસ સુધીની સંઘર્ષમય યાત્રા
દરેકમાનવીના જીવનમાં ઉતાર-ચડાવ તો આવે છે, ક્યાંક કોઇને આર્થિ‌ક હોય તો કોઇને ધંધા રોજગાર-નોકરી માટે લડવું પડતું હોય છે. જીવન જીવવાનો અર્થ પડકાર ઝીલવાનો છે. વાત છે ભુજના એક યુવાનની, જેણે ભણવાથી માંડીને નોકરી સુધી સતત સંઘર્ષ કર્યો અને તેમાં તે સફળ થયો. હાલે યુવાન લંડનની હોસ્પિટલમાં તબીબ તરીકે સેવારત છે.
મૂળ ભુજના વતની અંશ જયેશકુમાર મહેતાએ અહીંની સેન્ટ ઝેવિય‌ર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો, જેમાં તે સફળ થતો ગયો, જ્યારે ૨૦૦૧માં ભૂકંપ આવ્યો, ત્યારે અંશ ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતો હતો, પરંતુ ભૂકંપને કારણે અભ્યાસ અધૂરો મૂકી કુટુંબ સાથે લંડન જવા પ્રયાણ કર્યું. ૨૦૦૧થી ૨૦૦૩ સુધીના સમયગાળામાં (કી-લેવલ) યુકેની કોઇ પણ યુનિવર્સિ‌ટીમાં જતાં પહેલાં બે વર્ષનો અભ્યાસક્રમ કર્યો, તોય પછીના તબક્કામાં નવો પડકાર આવ્યો. ૨૦૦૬ સુધી યુકેના વિઝા ક્લિયર થયો, પ્રશ્ન ખડો થયો હવે શુંગ્ક્ર્‍ર્‍ૂ; આગળ વધવાની જેનામાં ધગશ હોય તેને કોઇ નડતું નથી. હવે રશિયામાં ૨૦૦૬ની શરૂઆતથી ગ્રેનેડાનમાં મેડિસીનમાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કર્યો, પણ તે પ્રક્રિયા વધુ ખર્ચાળ હોવાથી તે રસ્તો બંધ થઇ ગયો. કુદરત મહેરબાન થતાં ૨૦૦૬ના અંતમાં વિઝા ક્લિયર થઇ જતાં ફરી યુકેની યુનિ.માં મેડિસીનમાં પ્રવેશ માટેના પ્રયત્નો કર્યાં, પણ હજુ ભગવાન પરીક્ષા લેતો હોય તેમ વર્ષના અંતરાયને કારણે ફરીથી પ્રવેશ શક્ય બન્યો.
2007માં મેરીટમાં પણ સફળ
૨૦૦૭માંઅંશેએક્સેસ ટૂ મેડિસીનનો એક વર્ષનો કો‌ર્સ કિંગ્સલીન ટાઉનમાં કોલેજ ઓફ વેસ્ટ એન્ગિલિયામાં કર્યો, ૨૦૦૭માં યુકે ન્યૂ કાસલ યુનિ.એ વિષયમાં મેરીટ લાવવાની શરતે પ્રવેશની ઓફર આપી અને એમાંય તે સફળતા પૂર્વક પાર પાડી. આમ, તે પડકાર પણ તેણે ઝીલી લીધો હતો.
અત્યારે લંડનમાં તબીબ તરીકે સેવારત
અંશજયેશમહેતાએ જીવનના તબક્કાવારના આવતા વળાંકને પડકારરૂપ ઝીલી લઇ તબીબી ડિગ્રી મેળવી હાલ તે લંડનની વીટ્સ ક્રોષ હોસ્પિટલમાં તબીબ તરીકે સેવા આપી રહ્યો છે. આમ, જીવનમાં દૃઢ ન‌શ્ચિ‌ય હોય તો દરેક કામ આસાનીથી પાર પડી જાય છે.
કહેવાય છેકે, મન હોય તો માળવે જવાય’ કહેવત અંશને બંધબેસતી છે. આટલા બધા પ્રયત્નો કરવા છતાંય બધી જગ્યાએ તેને બ્રેક લાગતી હતી, પણ તેણે મનમાં ગાંઠ વાળી હતી કે, મારે તબીબ બનવું છે. ૨૦૦૮માં લંડનથી ૨૯૦ માઇલ દૂર ન્યૂ કાસલમાં એમબીબીએસમાં પ્રવેશ મેળવ્યો અને પાંચ