• Gujarati News
  • ભુજ બાદ ગાંધીધામના બે જ્વેલર્સ પર IT સર્વે

ભુજ બાદ ગાંધીધામના બે જ્વેલર્સ પર IT સર્વે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝંડાચોકના રાધિકા જ્વેલર્સ અને ગોલ્ડ સ્મીથમાં ટીમ ત્રાટકી

ભાસ્કરન્યૂઝ. ગાંધીધામ

દિવાળીનાસપરમા દિવસોમાં આઇટી વિભાગ દ્વારા ઝવેરીઓને ત્યાં જાણે ધોંસ બોલાવાઇ છે. ત્રણ દિવસ પૂર્વે ભુજની બે જ્વેલરી પેઢી પર આઇ.ટી.નો સર્વે હાથ ધરાયા બાદ ગાંધીધામના બે જ્વેલર્સ ઝપટે ચડ્યા છે. ઝંડાચોકમાં આવેલી રાધિકા જ્વેલર્સ અને ગોલ્ડ સ્મીથ જ્વેલરી પેઢી પર શુક્રવારે સાંજે આયકર અધિકારીઓની ટુકડી ત્રાટકી હતી.

મળતી માહિતી પ્રમાણે શુક્રવારે ગાંધીધામના ધમધમતા એવા ઝંડાચોક વિસ્તારમાં આઇટીની ટુકડી ત્રાટકી હતી. રાધિકા જ્વેલર્સ અને ગોલ્ડ સ્મીથ ખાતે અધિકારીઓએ બિનહિસાબી નાણાકીય વ્યવહારો અંગે ચકાસણી શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શનિવાર સુધી ચાલનારા આઇ.ટી. સર્વે બાદ કેટલું બેનામી નાણું અને અન્ય વ્યવહારો પકડાયા તે જાણી શકાશે.ઝંડાચોક જેવા ધમધમતા વિસ્તારમાં આઇ.ટી.ની રેડ પડી હોવાની ચર્ચા ફેલાતાં બજારના વેપારીઓમાં ફફડાટની સાથે ચિંતાની લાગણી ફેલાઇ હતી. દિવાળીના તહેવારોના દિવસો પૂર્વે આવક વેરા ખાતા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાતાં તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.