• Gujarati News
  • સ્ટેટ આઇબીના વડા કચ્છની બે દિવસની મુલાકાતે

સ્ટેટ આઇબીના વડા કચ્છની બે દિવસની મુલાકાતે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનીગુપ્તચર એજન્સીના વડા કચ્છની બે દિવસની મુલાકાતે આવ્યા છે, પહેલાં દિવસે સહરદી જિલ્લાની સુરક્ષાનો તેમણે તાગ મેળવ્યો હતો. દિવાળીના તહેવાર પૂર્વે દેશમાં આતંકી હુમલાની દહેશત વચ્ચે કચ્છની તેમની મુલાકાતને જાણકારો અત્યંત મહત્ત્વની ગણાવે છે. સ્ટેટ આઇબીના એડિશનલ ડીજી બી.એસ. જેબલિયા ગુરુવારે સાંજે કચ્છ આવી પહોંચ્યા હતા. કચ્છની મુલાકાતના પહેલા દિવસે તેમણે દરિયાઇ સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું અને અહીંના આઇબીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કચ્છમાં અગાઉ સહરદ પર ઘૂસણખોરીના બનાવો બની ચૂક્યા છે અને વળી, દિવાળી પર દેશમાં આતંકી હુમલાની પણ દહેશત રહેલી છે.