• Gujarati News
  • ધિંગેશ્વર મંદિરના રોડના કામમાં ગોલમાલ

ધિંગેશ્વર મંદિરના રોડના કામમાં ગોલમાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંધીંગેશ્વર મહાદેવ મંદિરથી ભાજપ કાર્યાલય સુધી બનાવાયેલા રોડમાં વ્યાપક ભષ્ટ્રાચાર આચરાયા હોવાની ફરિયાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે કરી છે.
સરકારના ટેન્ડર મુજબ કામગીરી કરાઇ નથી. બોક્સ કટિંગ વર્તમાન રોડ લેવલથી 18 ઇંચ દર્શાવેલ છે, જ્યારે ખરેખર ખોદાણ માત્ર 12 ઇંચ કરવામાં આવ્યું છે. આમ, હેવી મેટલ જે 6 ઇંચ લેયર થતો હોય છે તે બિલકુલ કરવામાં આવ્યું નથી અને રોડ રોલિંગનું કામ પણ બિલકુલ કરવામાં આવ્યું નથી. રોડની થિકનેસ 6 ઇંચના બદલે 4 ઇંચ કરવામાં આવી છે. રરસ્તામાં તિરાડો ખાડા પડી ગયા છે, જેની ફરિયાદો થતા થીગડ-થાગડના ભાગરૂપે માત્ર 2 ઇંચ નો બીજો લેયર કરવામાં આવ્યો છે, જેમાં પણ અનેક જગ્યાએ તીરાડો પોપડા ઉખડવાનું શરૂ થતા તે જગ્યાએ ડામર ઢોળીને ઢાકવાનું કામ કરવામાં આવેલું છે. ગટરના ઢાંકણા રોડ લેવલથી 3 ઇંચ ઉંડા છે, જેના કારણે વરસાદનું પાણી ગટરમાં જાય છે અને ખાડામાં વાહનો પડવાથી ખૂબ મોટા પ્રમાણમાં અકસ્માત થાય છે, ત્યારે કોઇનું મોત થશે તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન તાલુકા પ્રમુખ એસ.કે. પટેલે ઉઠાવ્યો છે. ત્વરાએ ગટરના ઢાંકણાનું કામ રોડ લેવલે કરાય અને કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરાય તેવી માગણી કરાઇ છે.