• Gujarati News
  • માછીમારોના ઉત્થાન માટે ગુજરાત ઇકોલોજી કમિશન પ્રયત્નશીલ છે

માછીમારોના ઉત્થાન માટે ગુજરાત ઇકોલોજી કમિશન પ્રયત્નશીલ છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં યોજાયેલી કાર્યશાળામાં વિવિધ પ્રવૃત્તિની વિગતો અપાઇ

ભાસ્કરન્યૂઝ.ભુજ

રાજ્યનાદરિયાકાંઠે વસતા માછીમાર સમુદાયના ઉત્થાન માટે ગુજરાત ઇકોલોજી કમિશન સતત પ્રયત્નશીલ છે, તેવું ભુજમાં યોજાયેલા વર્કશોપમાં જણાવાયું હતું.

ગુજરાત ઇકોલોજી કમિશનના ડાયરેક્ટર એસ.સી. સંપટે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતના સમુદ્ર કાંઠા વિસ્તારથી લખપત સુધી તમામ ગામોમાં પ્રશ્નો સરખા છે.

રહેવાસીઓ માછમારીના ધંધામાં રોકાયેલા છે. તેમનું જીવન ધોરણ કઠીન છે, તેને ટકાવી રાખવા સમગ્ર વિસ્તારનું સંકલન કરીને પ્રોજેક્ટ બનાવાશે.

પ્રોજેક્ટમાં જામનગર ખાતે સ્થાનિક સંસ્થાઓને સાથે રાખી ચેરના ઘટતાં જંગલો, પર્યાવરણની જાળવણી, ખારાશનું વધતુ પ્રમાણ, લૂપ્ત થતી જતી દરિયાઇ જીવસૃષ્ટિ મર્યાદિત થતાં આજીવીકાના સાધનો વિશે જાગૃતિ ફેલાવાઇ છે. સંકલિત દરિયાકાંઠા વિસ્તાર વ્યવસ્થાપન પરિયોજના, વિશ્વબેંક કેન્દ્ર અને રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના સહયોગથી અમલી બનાવાઇ છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઇકોલોજી કમિશનને સ્ટેટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ તરીકે અધિકૃત કરાયું છે, તેમણે ઉમેર્યું હતું કે, પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર ખાતે રાજ્યોના અધિકારીઓને સાથે રાખી કાર્યશાળાનું આયોજન કરાશે.

સોશિયલ ઇકોનોમી ડેવલપમેન્ટ હેઠળ 164 ગામને પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ઓનલાઇન માહિતી મળી શકે તેની સાથોસાથ ઉદ્યોગોને તુરંત માહિતી મળી શકે, તે માટે આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યશાળામાં જિલ્લા વિકાસ અધિકારી, આર.જી. ભાલારા, અધિક જિલ્લા કલેક્ટર ડી.એ. શાહ તેમજ અન્ય વિભાગોના જિલ્લા તથા તાલુકાકક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાઇડ સંસ્થાએ કચ્છમાં સંશોધનક્ષેત્રે સારું એવું કાર્ય કર્યું છે.

શિબિર| કચ્છ સહિત ગુજરાતના કાંઠાળ પટ્ટે વસતા