• Gujarati News
  • રેડિમેડની ભરમાર વચ્ચે દરજીઓનો દબદબો

રેડિમેડની ભરમાર વચ્ચે દરજીઓનો દબદબો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજેદેશ-વિદેશની અવનવી કાપડ બ્રાન્ડનું રીતસરનું આકર્ષણ નાના-મોટાં શહેરોમાં થયું છે. મનમોહક કપડાં ખરીદવા લોકો મજબૂર બની જાય છે, તે વચ્ચે હજુ પણ દરજીઓનો દબદબો ઓછો થયો નથી. આધુનિક પ્રવાહમાં ઢળવાને લીધે ફેશનપ્રેમીઓ પણ હજુ કપડાં સીવડાવવાનું પસંદ કરે છે.

દિવાળી આવે એટલે અન્ય ખરીદીની સાથે સાથે કપડાં લેવાનું લોકો સૌથી વધુ પસંદ કરે છે. દીપાવલિ પર્વના દરેક દિવસોમાં નીતનવાં કપડાં પહેરવાનું જાણે ચલણ થઇ ગયું છે. એક સમયે ભુજમાં તૈયાર કાપડની દુકાનો બહુ ઓછી હતી, તે વખતે દરજીઓનું કામ ખૂબ વધી જતું પણ હવે એવું રહ્યું નથી. શહેરમાં આવી દુકાનોની ભરમાર થઇ ગઇ છે અને માગો તેવાં ફેશનેબલ કપડાં મળી રહે છે. જોકે, દરજીઓ પણ નવી રીતમાં ઢળતાં તેઓ પણ હજુ નવરા થતા નથી. ભુજમાં વર્ષોથી વ્યવસાય સાથે સંકળાયેલા સુરેશભાઇએ કહ્યું કે, હવે તો કાપડમાં ડિઝાઇન આવે છે, જે મુજબ સિલાઇ કરી આપવામાં આવે છે. કંપનીની ડિઝાઇન એટલી આકર્ષક હોય છે કે, રેડિમેડ કરતાં તેમાં સારો ઉઠાવ આવે છે.દિવાળી પર રાતે પણ કામ કરી ઓવરટાઇમ કરવો પડે છે. હવે જોકે, શો રૂમમાં પણ ડ્રેસના કપડાં એવા હોય છે કે, જેમાં સિલાઇ કરી ઝડપથી ડિલિવરી આપી શકાય છે.

લેડિઝ ટેઇલરને ત્યાં પણ તડાકો

ભુજમાંરેડિમેડકપડાંના અસંખ્ય શો રૂમની સામે દરજીને મળતો ધંધો પણ આશાજનક છે. ભુજમાં વર્ષોથી મહિ‌લા ડ્રેસ સીવતા પંકજ અને કિરણ કહે છે કે, અમારે તો બારે મહિ‌ના દિવાળી જેવું હોય છે.

દિવાળી વખતે લોકોને ટીપટોપ કરવા માટે વ્યસ્ત દરજી કારીગરો નજરે પડે છે.