• Gujarati News
  • જખૌમાં ગુમ થયેલી 70 ગાય દદામાપરમાં મળી

જખૌમાં ગુમ થયેલી 70 ગાય દદામાપરમાં મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનીસાથે અબડાસા તાલુકામાં ચોમાસું નબળું જતાં અત્યારથી ચારિયાણની સમસ્યા સર્જાઇ રહી છે. તેવામાં જખૌના સીમાડામાંથી ચારેક દિવસમાં 60થી 70 ગાય ગુમ થતાં તેના માલિક ચિંતિત બન્યા હતા. જોકે, શોધખોળના અંતે ગાયો દદમાપરમાં એક વાડામાં બાંધેલી મળી આવતાં રોષ ફેલાયો હતો.

જખૌના સીમાડામાં ચારો ચરવા જતી ગાયોના ધણમાંથી દરરોજ 15થી 20 ગાય પરત ફરવાનો સિલસિલો ચારેક દિવસથી ચાલુ રહેતાં પશુમાલિકોની સાથે ગ્રામજનો ચિંતિત બન્યા હતા, જેના પગલે લોકોએ શોધખોળ શરૂ કરતાં ગામથી 6 કિ.મી.ના અંતરે આવેલા દદામાપર ગામે કલ્યાણજી ભાનુશાલીના વાડામાં ગાયો બાંધેલી જોવા મળી હતી. રાત્રે આઠેક વાગ્યાના અરસામાં ભેદ ખૂલતાં ગાયના માલિકોએ દદામાપર ગામમાં આવું થવા પાછળનું કારણ જાણવા કોશિશ કરી હતી, જેમાં ખેડૂતોના કહેવાથી ગાયોને વાડામાં બાંધી મુકાઇ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ખેતર-વાડીમાં લહેરાતા પાકને ગાયો નુકસાન કરતી હોવાથી ગાયોને બાંધ્યા બાદ ત્રણેક દિવસ સુધી પાણી કે ચારો પણ અપાયો હોવાનું જાણવા મળતાં એક તકે મામલો ગરમાયો હતો, પણ જખૌ પંચાયતના સદસ્યોઅે દરમિયાનગીરી કરતાં મામલો થાળે પડ્યો હતો. નજરે જોનારાના કહેવા મુજબ ગાયો એટલી બધી ભૂખી-તરસી હતી કે તેને છોડતાં ખોરાકથી શોધમાં દોટ મૂકી હતી.