તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ક્લિન નખત્રાણાનું અોનલાઇન સંચાલન

ક્લિન નખત્રાણાનું અોનલાઇન સંચાલન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણામાં ફેસબુક પેજ પર થઇ શકશે સફાઇની ફરિયાદ

પશ્ચિમકચ્છમાં સૌ-પ્રથમ વખત સાફ સફાઇ પર નજર રાખવા માટે પશ્ચિમ કચ્છના પ્રાંત અધિકારીએ સીધા લોકોના સંપર્કમાં રહેવા માટે એક ફેસબુક પેજ મૂક્યું છે. માય નખત્રાણા ક્લિન નખત્રાણા હાલના સમયમાં જ્યારે સફાઇ અભિયાનો ચાલુ છે, ત્યારે નખત્રાણાને સાફ રાખવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાયો છે. જેમાં લોકો પોતાના વિસ્તારમાં જો બરાબર સફાઇ થતી હોય તો તેનો ફોટો ક્લિક કરીને ઉપર નામ લખીને પેજ પર અપલોડ કરી શકે છે, જેનાથી સીધી ફરિયાદ મદદનીશ કલેક્ટર સુધી પહોંચી જશે. ફેસબુક પેજ લોંચ થતાની 4 કલાકમાં નખત્રાણા ગામના 400થી વધારે લોકોએ પેજ લાઇક કરીને અભિયાનમાં જોડાયા હતા. અભિયાનમાં નખત્રાણા ગ્રામ પંચાયત પણ પૂરો સહયોગ આપી રહી છે. ફેસબુક પેજના કારણે નખત્રાણામાં સરકારી તંત્ર પણ એક્ટિવ રહેશે તેવું લાગી રહ્યું છે.