• Gujarati News
  • વિદ્યાસાથી યોજના માટે મળ્યું ~17.70 લાખનું દાન

વિદ્યાસાથી યોજના માટે મળ્યું ~17.70 લાખનું દાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સર્વસેવા સંઘ ભુજ અને કવિઓ જૈન મહાજનના સહયોગથી કચ્છ જિલ્લાના છેવાડાના લખપત, અબડાસા, માંડવી, મુન્દા અને ગાંધીધામ તાલુકામાં ઓછા શિક્ષકોવાળી પંચાયતી પ્રાથમિક શાળામાં 300થી વધુ વિદ્યાસાથીની નિમણૂક કરી શિક્ષણક્ષેત્રે ભગીરથ કાર્ય કર્યું છે. તેને ખુબજ આર્થિક સહયોગ મળી રહ્યો છે.

સંસ્થાના અધ્યક્ષ અને રાજ્યમંત્રી તારાચંદ છેડાની અપીલ રાખી વિદ્યાસાથીઅોના પગાર માટે મહામુલુદાન સંસ્થાને મળી રહ્યું છે, જેમાં મુંબઇના કાંતિભાઇ પાસુ શાહ માપર તરફથી 5 લાખ, બિપીનભાઇ શાહ નાગલપુર તરફથી 5 લાખ,નવનીત પરિવાર 2.62 લાખ, ઇન્ડિયન સોલ્ટ મેન્યુ. એસોસિએશન તરફથી 1 લાખ, તુષારભાઇ દેઢિયા તરફથી 51 હજાર, કંડલા ટીમ્બર એસોસિએશન ગાંધીધામ તરફથી 51 હજાર, અરજણભાઇ કાનગડ તરફથી 51 હજાર, આર્ચિયન કેમિકલ ગાંધીધામ તરફથી 51 હજાર, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી 51 હજાર, રામ સોલ્ટ વર્કસ ગાંધીધામ તરફથી 51 હજાર, બચુભાઇ આહિર તરફતી 51 હજાર, રામ સોલ્ટ સપ્લાયર્સ ગાંધીધામ તરફથી 51 હજાર મળી કુલ 17.70 લાખ રૂપિયાનું દાન સંસ્થાને પ્રાપ્ત થયું છે. દર મહિને અંદાજીત રૂ.11 લાખનો ખર્ચ હોઇ મા સરસ્વતીના ઉમદા કાર્ય માટે હજુ પણ વધુને વધુ દાન મળે તેવી અપીલ કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યોજના આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે.