તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સુરતમાં ગુમ થયેલાં વૃદ્ધા ભુજમાં મળી આવ્યાં

સુરતમાં ગુમ થયેલાં વૃદ્ધા ભુજમાં મળી આવ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતાના7પ વર્ષના વૃદ્ધા લગભગ એક માસ પહેલાં ગુમ થયાં હતાં, જે સોમવારે ભુજમાં મળી આવ્યાં હતાં.

સુરતના હંસાબેન મેઘજી ગોગારી તા. 11/9ના લાપતા બન્યાં હતાં. પરિવારજનોએ 15મીના વરાછા રોડ ખાતે પોલીસ ફરિયાદ પણ કરી હતી. તા.5/10ના અચાનક ભુજ તાલુકાના નારાણપર ગામે દેખાતાં સેવાભાવી આગેવાનો દયારામ પટેલ તથા મેઘજીભાઇ મહિલાની પૂછતાછ કરી તેમની માનવજ્યોત સંસ્થા ભુજ સ્થળે પહોંચાડ્યાં હતાં. સંસ્થાના પ્રબોધ મુનવર તથા દિપેશ શાહે મહિલા પાસેથી તેના ઘરનું એડ્રેસ મેળવ્યું હતું અને સુરતમાં રહેતા મિત્રો મેહૂલ શરદ દંડ તથા ભાવેશ મહેતાને વૃદ્ધાનું ઘર શોધવાનું કહેતા તાબતોબડ ઘર સુધી પહોંચ્યા હતા. પરિવારજનોને ખબર મળતાં પરિવારજનોમાં ખુશી છવાઇ ગઇ હતી અને પુત્રો વિનોદ તથા પરેશ ભુજ આવી માનવજ્યોતનો સંપર્ક કરી પોતાની માતાનો કબજો મેળવ્યો હતો.

તેઓએ જણાવ્યું હતું કે, 24 દિવસથી માતાને શોધવા સૂરત વિસ્તારમાં ફરી વળ્યા હોવા છતાં ક્યાં એનો પતો મળ્યો હતો. કામ-ધંધા છોડી રાત-દિવસ તેની શોધ ચલાવી રહ્યા હતા.