• Gujarati News
  • ભુજમાં સીઓને હાજર કરવા મુદે તંત્રના વલણ સામે શંકા

ભુજમાં સીઓને હાજર કરવા મુદે તંત્રના વલણ સામે શંકા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારી પાસે ઘણા પ્રશ્નો છે, મુદ્દે વિચારી લઇશ


કચ્છનામુખ્ય મથક એવા ભુજના ચીફ ઓફિસર હાજર થવાનો મામલો વધુ ઘેરાયો છે. છેલ્લા દોઢ વર્ષથી કાયમી અને ઇન્ચાર્જ સીઓ વચ્ચે હાલક-ડોલક થતો પાલિકાનો વહીવટ હાલે રસાતાળ ગયો છે. પૂર્ણકાલીન સીઓની નિમણૂક દોઢ સપ્તાહ પહેલાં થઇ જવા છતાં હજી સુધી ભુજ સુધરાઇમાં અધિકારી હાજર થતાં 15 દિવસથી તમામ કામ અભેરાઇએ ચડી જતાં લોકોની મુશ્કેલી વધી છે. મુદે સોમવારે વિપક્ષે કલેક્ટર સમક્ષ ધા નાખ્યા બાદ આજે સત્તાપક્ષ રજૂઆત કરવા ધસી ગયો હતો, જેમાં સંદીપસિંહ ઝાલા પાસેથી ચાર્જ લઇને મેહૂલ જોધપુરાને શા માટે નિમણૂક નથી અપાતી તેવો અણિયારો સવાલ કર્યો હતો.

બપોરે 1 વાગ્યે પ્રમુખ સહિત કાઉન્સિલરનો કાફલો કલેક્ટરને મળવા પહોંચ્યો હતો, પરંતુ કલેક્ટર બેઠકમાં વ્યસ્ત હોતાં મુદે નિવાસી અધિક કલેક્ટર ડી.બી. શાહ સમક્ષ અા મુદે રજૂઆત કરાઇ હતી. ભુજ સુધરાઇમાં દોઢ વર્ષમાં ચોથી વાર કાયમી ચીફ ઓફિસર નિમાયા છે, અગાઉ એક યા બીજા કારણોસર ત્રણ સીઓ જાજો સમય ટક્યા નથી, જ્યારે હાલે ભચાઉથી બદલી કરીને ભુજમાં મૂકાયેલા મેહૂલ જોધપુરાને કલેક્ટર દ્વારા હજી સુધી ચાર્જ સોંપાતાં પાલિકાનું રાજકારણ ગરમ બન્યું છે. અત્યાર સુધી ઇન્ચાર્જ સીઅોના ભરોસે વહીવટ ચાલી રહ્યો હતો, પરંતુ જ્યારથી બદલીઓ થઇ છે, ત્યારથી અંજારના સીઓ સંદીપસિંહ ઝાલા કે જેઓ પાસે ભુજનો ચાર્જ હતો, તેઓ 15 દિવસથી સુધરાઇમાં આવ્યા નથી, જેથી તમામ કામો અટકી ગયાં છે. બીજીતરફ મેહૂલ જોધપુરા ત્રણ વખત ભુજમાં ચાર્જ લેવા આવ્યા છતાં વહીવટીતંત્ર દ્વારા તેમને નિમણૂક અપાઇ નથી, ત્યારે મુદે જિલ્લા સમાહર્તાની ગેરહાજરીમાં સત્તાપક્ષે એડિશનલ કલેક્ટરને તંત્રના અા વલણ સામે સવાલો કર્યા હતા. મુદે સત્તાપક્ષે માગણી કરી હતી કે, સંદીપસિંહ ઝાલા પાસેથી ચાર્જ લઇને ત્વરાએ જોધપુરાને ચાર્જ સોંપાય, જેથી ભુજ સુધરાઇના અટકેલા કામો તથા વિકાસના કામોને વેગ મળે.

ભાજપનો જૂથવાદ કારણભૂત

ઝાલાને અમે સ્વીકારીશું નહીં : પ્રમુખ-શાસક નેતા

પ્રમુખહેમલતાબેનગોર તથા સત્તાપક્ષના નેતા બાપાલાલ જાડેજાએ જણાવ્યું હતું કે, 15 દિવસથી ભુજ વિકાસકામો સીઓની સહી વગર અટકી ગયાં છે, જો કાયમી સીઓ ભુજમાં લાંબા સમય બાદ સરકારે નિમ્યા છે, તો શા માટે ઝાલા પાસેથી ચાર્જ લઇને ત્રણ વખત સામેથી માટે ભુજ આવેલા મેહૂલ જોધપુરાને ચાર્જ નથી સોંપાયો. અમે કોઇપણ હિસાબે હવે મનસ્વી વલણ ધરાવતા સંદીપસિંહને સ્વીકારશું નહીં.

એકતરફ ભાજપનીસરકાર દ્વારા ભુજમાં સીઓની નિમણૂક કરાઇ છે, આમ છતાં ભુજમાં 15 દિવસથી ભાજપના પદાધિકારીઓ હુકમની બજવણી થતી અટકાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીઓને લક્ષમાં લઇને પોતાનો સિક્કો જમાવવા ભાજપના પદાધિકારીઓ મેદાનમાં છે, જેમાં 2 જૂથ પડી ગયા છે. એક જૂથ પોતાની મનમાની શહેરમાં ચલાવવા ઝાલાને હાથો બનાવવા ઇચ્છે છે, તેથી અહીં તે ચાર્જમાં રહે તેવી વેતરણમાં છે, તો બીજા જૂથે ગાંધીનગરથી ભુજમાં કાયમી સીઓ તરીકે મેહૂલ જોધપુરાને નિમાવ્યા છે, તેની સામે બીજું જૂથ હવે જોધપુરાને અહીં ચાર્જ મળે, તે દિશામાં સક્રીય થયું છે. પરિણામે 15 દિવસથી સીઓની ગેરહાજરીથી શહેરીજનો હલવાઇ રહ્યા છે. ભાજપની અંદરોઅંદરની હુંસાતુંસી પાલિકાની આગમી ચૂંટણીમાં વોટબેંક પર પણ અસર કરે તેવી શક્યતા નકારી શકાય. સૂત્રોના જણાવ્યા મુજબ જોધપુરાને વહીવટ સોંપવા મુદે સત્તાપક્ષ હવે આરપારની લડાઇ પર ઉતરી આવ્યો, જેથી આગામી સમયમાં કંઇક નવા-જૂની થવાના એંધાણ છે. અહીં નોંધવું જરૂરી છે કે, ભાજપના રાજમાં જો ભાજપના પદાધિકારીઓને રજૂઆત કરવા જવી પડતી હોય, તો આમલોકોની વાત તંત્ર કેટલી કાને ધરતું હશે તે યક્ષપ્રશ્ન છે. સૂત્રો જણાવ્યું હતું કે, એકતરફ વહીવટીતંત્ર કેટલાક પદાધિકારીઓના ઇશારે ચાર્જ નથી સોંપતા, તો બીજીતરફ જોધપુરા પર પણ ભુજમાં હાજર થવા માટે દબાણ કરાયું છે.

વહીવટમાં રાજકારણ| 15 દિવસથી ધણી વગરની સુધરાઇમાં અનેક કામો અટક્યાં