• Gujarati News
  • ડાયમેન્શનનો ભંગ કરનારા વાહનોનો દંડ 3 ગણો કરાયો

ડાયમેન્શનનો ભંગ કરનારા વાહનોનો દંડ 3 ગણો કરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાહનો



ગુડ્ઝ વાહનો

માલવાહકવાહનની પાછળ, ઉપર કે સાઇડમાં માલ જતો હોય, તો તેને અનુલક્ષીને બનાવાયેલા ડાયમેન્શન નિયમનો ભંગ કરનારાઓને હવે આરટીઓને 3 ગણો દંડ ચૂકવવો પડશે. સરકારે 15 નવેમ્બરના બહાર પાડેલા પરિપત્ર દ્વારા દંડની રકમ વધારી દીધી છે.

અંગે મળતી માહિતી મુજબ અત્યાર સુધી માલવાહક વાહનમાં ડાયમેન્શન નિયમોનો ભંગ થતો હોય, તો તેમાં કેટલા નંગ છે, તે ઉપરથી દંડ લેવાતો હતો, પરંતુ હવેથી અાવા વાહનોમાં ગેમ તેટલા નંગ હોય, પણ જોખમ ઘટી જતું નથી, તે વાતને ધ્યાનમાં રાખીને અેક પાઇપ હશે, તો પણ રૂા.10 હજારનો દંડ ભરવો પડશે, તેમાં પણ ઔદ્યોગિક માલ વહન કરાનારા જેવા કે, સળિયા, લાકડાંના લોગ, વન પીસ મટિરિયલ વગેરેના પરિવહન કરનારાઓને નિયમ લાગુ પડશે, પરંતુ ઘરવખરી, લૂઝ મટિરિયલ, ખેત પેદાશો વગેરેમાં જૂનું ફી ધોરણ યથાવત રખાયું છે.

અંગે આરટીઓ ભરતસિંહ ચુડાસમાએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રિજીડ ગુડ્ઝ વાહનોની માંડવાળ ફીમાં વધારો કરાયો છે, જેમાં લંબાઇ એટલે કે પાછળની બાજુએ, ઉંચાઇ એટલે કે ઉપરની બાજુએ અને પહોળાઇ એટલે કે સાઇડની તરફ માલ બહાર નીકળેલો હોય તો રૂા.1000 દીઠ દંડ લેવાતો હતો, પરંતુ હવે તમામ કેટેગરીમાં 3થી 4 ગણો વધારો થયો છે.

નવો દંડ

4000

3000

3000

પહેલો દંડ

1000

1000

1000

માલ ક્યાંથીબહાર નીકળે

લંબાઇ(પાછળનીબાજુએ)

પહોળાઇ(સાઇડનીતરફ)

ઊંચાઇ(ઉપરનીબાજુએ )

કેટલો કરાયો ફી વધારો