• Gujarati News
  • નખત્રાણામાં જુગારના બે દરોડા : 3 જબ્બે

નખત્રાણામાં જુગારના બે દરોડા : 3 જબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણામાંજાહેરમાં ધમધમતા આંકડાના જુગાર પર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે સ્થળે દરોડા પાડીને ત્રણ શખ્સને પકડી પાડ્યા હતા, બન્ને સ્થળે મળીને કુલ રોકડા રૂા.58 હજાર કબજે કર્યા હતા. આગળની તપાસ માટે ત્રણેય શખ્સને સ્થાનિક પોલીસને હવાલે કરાયા હતા.નખત્રાણાના શ્રીનાથજી શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં વરલી-મટકાનો જુગાર રમાડતા અશ્વિન અમૃતલાલ સોની, ભાવેશ હરિલાલ વાળંદ અને મયૂર બુધા રબારીની ધરપકડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન રોકડા રૂા.58 હજાર જેવી માતબર રકમ કબજે કર્યા હતા, જ્યારે કુલ રૂા. 75510નો મુદ્દામાલ કબજે કરાયો હતો.