• Gujarati News
  • માંગ નહીં સંતોષાય, તો વીજ કર્મીઓ આંદોલન કરશે

માંગ નહીં સંતોષાય, તો વીજ કર્મીઓ આંદોલન કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ માટે વારંવાર કરાયેલી રજૂઆતનું સકારાત્મક પરિણામ આવતાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે ઉકેલ માટે 19/11ની મહેતલ આપી તા. 20થી આંદોલન છેડવા ચીમકી આપી છે. ખાલી જગ્યાઓ સામે લાયકાત અને અનુભવ ધરાવતા કર્મચારીઓને બઢતી આપવાના બદલે સીધી ભરતી કરવી. રિ-ડિપ્લોયમેન્ટના બહાના તળે ગમે તે પોસ્ટ રદ કરીને તબદીલ જેવા વિવિધ 10થી વધુ પ્રશ્ન અને માગણીઓ ઘણા લાંબા સમયથી વણઉકેલી રહેતાં સંઘના સિનિયર સેક્રેટરી બી.એસ. પટેલે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સંતોષ કુમારને યુનિયન તરફથી તાજેતરમાં નોટિસ પાઠવી જો તા. 19/11 સુધી પ્રશ્નો અને માગણીઓનું નિરાકરણ નહીં આવે, તો તા. 20/11થી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન આદરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી હતી. હેમલ ગુંસાઇ, જિજ્ઞેશ વરજહેમત ઉઠાવી રહ્યા હોવાનું મંત્રી મહેન્દ્રસિંહ જાડેજા અને વિનોદ બેલાણીની યાદીમાં છે.