• Gujarati News
  • બારકોડના નામે સરકારે મુશ્કેલીઓ ઊભી કરી છે

બારકોડના નામે સરકારે મુશ્કેલીઓ ઊભી કરી છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસાના ધારાસભ્યે રાશનકાર્ડ મુદ્દે

ગુજરાતમાંરાશનિંગકાર્ડ ધારકોને બારકોડના નામે સરકાર દ્વારા અનેક મુશ્કેલીઓનું સર્જન કરાયું છે. અણઘડ નીતિના કારણે રાશનિંગ શોપના ડિલરો તથા રાશનકાર્ડના ધારકો વચ્ચે સંઘર્ષ પેદા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કચ્છનું ઉદાહરણ આપતા અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગત બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ પક્ષ તરફથી બારકોડના અમલીકરણમાં રહેલી ક્ષતિઓ અને મુશ્કેલીઓ અંગે સરકારનું ધ્યાન દોરમાં આવ્યું હતું, જ્યાં ટેલિફોનિક સિગ્નલ પણ મળતા નથી ત્યાં ઓનલાઇન કામ કેમ થાય સવાલ ઉઠાવ્યો હતો. અગાઉ અંગે સૂચનો કર્યા હતા પણ ગુજરાતની ભાજપ સરકારે વિરોધ પક્ષના સૂચનો ધ્યાને લીધા નહીં પરિણામે ગુજરાતમાં ગરીબ માણસોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કચ્છ જિલ્લા સહિત ગુજરાતના અનેક અેવા વિસ્તારો છે કે જ્યાં ટેલિફોનના સિગ્નલ પણ પૂરતા પકડાતા નથી ત્યાં ઓનલાઇન રાશનકાર્ડ ધારકના અંગૂઠાનું મેળવણું કેવી રીતે શક્ય બનેω સરકારની પહેલી જવાબદારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની છે.