• Gujarati News
  • અંજારમાં ત્રણ ઘરના તાળાં તૂટ્યાં એકાદ લાખની ચોરીનો અંદાજ

અંજારમાં ત્રણ ઘરના તાળાં તૂટ્યાં એકાદ લાખની ચોરીનો અંદાજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારનાએક વિસ્તારમાં એક રાત્રે એક સાથે ત્રણ ઘરના તાળાં તૂટતાં ચકચાર વ્યાપી ગઇ હતી, ઘટનામાં એક ઘરમાંથી એકાદ લાખની કિંમતની માલમત્તા ચોરાઈ હતી પરંતુ પોલીસમાં એની નોંધ થતાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. ભુજ શહેરના દેસલસર તળાવ પાસે આવેલી બેટરીની એક દુકાનમાંથી અજાણ્યા શખ્સોએ માતબર મુદ્દામાલની તસ્કરી કરી જતાં વેપારી વર્ગમાં ભારે ચકચાર વ્યાપી ગઈ હતી. બનાવ વિશે જોકે, પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાઈ નહોતી.

ચોરીના બનાવ અંગે આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, અંજારની મુક્તિધામ સોસાયટીમાં રવિવારે રાતના સમયે જુદા-જુદા ત્રણ સ્થળે ત્રણ ઘરના તાળાં તૂટ્યા હતા. તે પૈકી એક ઘરમાંથી રૂા. એક લાખનો માલસામાન ચોરાયો હતો. સોમવારે મોડી રાત સુધી બનાવની કોઇ ફરિયાદ પોલીસમાં દાખલ થઈ નહોતી. તેમ સૂત્રોએ અંતમાં કહ્યું હતું.

જ્યારે ભુજ શહેરના દેશલસર તળાવની નજીક આવેલી નોમાન બેટરી નામની દુકાનમાંથી રવિ-સોમવારની રાત્રિ દરમિયાન તસ્કરી થઈ હતી. અજાણ્યા શખ્સો દુકાનમાંથી રૂા.45000નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. જોકે, બનાવ વિશે ભુજ બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરતાં એવો કોઇ બનાવ નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું.

અંજારમાં તસ્કરોએ મકાનમાં ખાતર પાડ્યા બાદ કિંમતી સામાન હાથ વગો કરવા કબાટમાં તોડફોડ કરી માલમતા વેર વિખેર કરી નાખી હતી.

તસ્કરી | પશ્ચિમ કચ્છમાં ચોરીના બનાવો વધતાં લોકોમાં ભય