નખત્રાણાનો ગરીબ કલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના તમામ લઘુમતી સેલનું કરાયું વિસર્જન અમદાવાદ|ભુજ: અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના લઘુમતી સેલના અધ્યક્ષ ખુરશીદ સૈયદની સૂચનાને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે રાજ્યની તથા કચ્છ સહિતના તમામ જિલ્લા અને તાલુકાકક્ષાના લઘુમતી સેલનું (પ્રમુખ સહિત) ગુરુવારથી વિસર્જન કર્યું છે. પ્રદેશ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાની સૂચના મુજબ ગુજરાતમાં લઘુમતી સેલની પુન: રચના થાય, ત્યાં સુધી અસ્તિત્વમાં રહેશે નહીં.


નખત્રાણાનો ગરીબ કલ્યાણ મેળો મોકૂફ ભુજ| નખત્રાણાપ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું 28મીએ આયોજન થવાનું હતું, પરંતુ જિલ્લા પંચાયત નેત્રા બેઠકની પેટા ચૂંટણીની આચારસંહિતા સંદર્ભે કલ્યાણ મેળો મોકૂફ રહ્યાનું જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલની યાદીમાં જણાવાયું છે. નવી તારીખ હવે પછી જાહેર થશે.

ન્યૂઝ ઇન બોક્સ