• Gujarati News
  • શહેરીજનોે સાઈબર ક્રાઈમથી બચવા અંગેના ઉપાયોથી વાકેફ થયા

શહેરીજનોે સાઈબર ક્રાઈમથી બચવા અંગેના ઉપાયોથી વાકેફ થયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમકચ્છ પોલીસના સહયોગથી જાયન્ટ્સ ગ્રૂપ ઓફ ભુજના સંયુક્ત ઉપક્રમે સાઈબર ક્રાઈમ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુું હતું. સેમિનારમાં શહેરીજનોને સાઇબર ક્રાઇમથી બચવા અંગેના ઉપાયોથી વાકેફ કરવામાં આવ્યા હત

જેનું ઉદઘાટન પશ્ચિમ કચ્છના ડીવાય.એસ.પી. તેજલબેન પટેલ અને જાયન્ટ્સ ગ્રૂપ ઓફ ભુજના પ્રેસિડેન્ટ શાંતિભાઈ પટેલ, ચંદ્રકાંત મોતા, યુનિટ ડાયરેક્ટર મીનાબેન વાઘમશી, નિરંજનાબેન ભરતવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.

અંગે હેડ કોન્સ્ટેબલ હિતેશ ઝાલાએ પ્રોજેક્ટર અને સ્લાઈડ્સની મદદથી સાઈબર ક્રાઈમથી બચવા અને સાવચેતી રાખવા સમજ આપી હતી. જ્યારે પ્રોજેક્ટ ચેરમેન નિષદભાઈ મહેતાએ સાઈબર ક્રાઈમની સમજ અને ઉપિયોગિતા દર્શાવી હતી, ગ્રૂપના પ્રેસિડેન્ટે તેજલબેનનું પુસ્તક આપી સન્માન કર્યું હતું.

માંડવી સાહેલી ગ્રૂપના પ્રેસિડેન્ટ કલ્પનાબેન જોષી, અંજાર ગ્રૂપના પ્રેસિડેન્ટ શોભનાબેન વ્યાસ, મુન્દ્ર ગ્રૂપ પ્રેસિડેન્ટ તૃપ્તિબેન ઠાકર, અનસુયાબેન રાવલ ઉપાસ્થિત રહ્યા હતા. નિરૂબેન કેસરાણી સહયોગી રહ્યા હતા. સાઇબર ક્રાઇમ અંગેના સેમિનારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

વર્કશોપને ડીવાયએસપી તેજલબેન પટેલે ખુલ્લો મૂક્યો

ભુજમાં પશ્ચિમ કચ્છ પોલીસ અને જાયન્ટ્સ ગ્રૂપના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સાઇબર ક્રાઇમના સેમીનારનું દીપ પ્રાગટય કરતા ડીવાયએસપી તેજલબેન પટેલ, ગ્રૂપના પ્રમુખ શાંતિભાઇ પટેલ, નિરંજનાબેન ભરતવાલા, મીનાબેન વાઘમશી, ચંદ્રકાંત મોતા તસવીરમાં નજરે પડે છે.