• Gujarati News
  • કર્મીઓની મનસુફીથી મોડી ધમધમે છે ભુજની RTO

કર્મીઓની મનસુફીથી મોડી ધમધમે છે ભુજની RTO

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજરિજનલ ટ્રાન્સ્પોર્ટ ઓફિસ (આરટીઓ) રોજ હજારથી વધુ લોકો પોતાના વિવિધ કામ અર્થે અાવતા હોય છે, પણ મૂડી કર્મચારીઓ પોતાની મરજી મુજબ સવારે કચેરીના તાળાં ખૂલતાં હોવાથી દૂર-દૂરથી આવતા અરજદારોને રીતસરની તપસ્યા કરવી પડે છે.

સરકારી સમય મુજબ 10:30 વાગ્યે કચેરી ધમધમતી થઇ જવી જોઇએ, તેના બદલે આરટીઓમાં 90 ટકા કર્મચારીઓ 11:30 વાગ્યા બાદ પોતાની ટેબલ સંભાળે છે. અંગે અરજદારોએ જણાવ્યું હતું કે, સવારે આવ્યા બાદ બપોરે 12 વાગ્યે માંડ કામ ચાલુ થાય છે, તેમાં પણ સામાન્ય અરજદારો તો લાઇનમાં ઊભા-ઊભા સમય પસાર કરે છે, તેની વચ્ચે એજન્ટો પોતાના કામ કરાવી જાય છે. દરેક કાઉન્ટર પર અરજદારો કરતા એજન્ટો અડ્ડો જમાવીને રૂટિન કામકાજ ખોરવે છે, જેના કારણે 4થી 5 કલાક બગાડ્યા છતાં એક દિવસમાં કામ પૂરું નથી થતું. અધૂરામાં પૂરું સવારે દોઢ કલાક મોડું કામ ચાલુ થયા બાદ બપોરે નિયત સમયે પાછી લંચબ્રેક પડી જાય છે, તેથી હજી માંડ વારો આવવાનો સમય હોય કે કર્મચારીઓ જમવા ચાલ્યા જાય છે અને ફરી બપોર બાદ કામ ઠેલાય છે. અંગે નામ આપવાની શરતે એક અરજદારે જણાવ્યું હતું કે, મારું લાઇસન્સ રિન્યૂ કરાવવા માટે મારો બીજો ધક્કો છે. ઓછો સમય હોય છે, તેમાં પણ એજન્ટો વચ્ચે ઘૂસીને કામ કરાવતા હોય છે, તેથી સામાન્ય અરજદારોને કર્મચારીઓ દાદ નથી આપતા.

11:46

11:13

11:25

11:02

હું તપાસ કરાવી લઉં છું : આરટીઓ

અંગેઇન્ચાર્જ આરટીઓ કે.પી. પોકિયાએ જણાવ્યું હતું કે, સંદર્ભે મને ખ્યાલ નથી, હું કચેરી મોડી ખૂલવા તથા વધારાના રૂા. 10 લેવાના બાબતે તપાસ કરાવી લઉં છું.

નિયત ફી કરતાં

કર્મચારીઓ લે છે ‌~‌10 વધુ

પરચૂરણકામોમાટે આરટીઓમાં સારથી કાઉન્ટરો હેઠળ કામગીરી કરાય છે, જેમાં 3 કાઉન્ટર કાર્યરત છે, જ્યાં અરજદારો પાસેથી ફોર્મ હોય કે અન્ય કોઇ કામગીરી તેના નિયત ફી કરતાં વધારાના રૂા.10 ઉઘરાવાય છે. આમ અહીં કામ કરતા કર્મચારીઓ કોન્ટ્રાક્ટબેઝ પર રખાયેલા છે, જેઓ ફરજિયાત અરજદારો પાસેથી રૂા. 10 વસૂલી લે છે. જો કોઇ પૂછે તો જવાબ મળે છે, તો આપવા પડશે. આમ એક કર્મચારી રોજના અંદાજે રૂા. 2000થી 3000 ખીસ્સામાં સેરવી લે છે.

ભુજમાં આરટીઓ કચેરીમાં કર્મીચારીઓની મનસૂફી પર કામ થતું હોય તેમ સવારે 10:30થી 12:30 દરમિયાન લેવાયેલી તસવીરોમાં કોઇ કામ થતું હોવાનું સ્પષ્ટ જણાવી આવ્યું હતું. છેક બપોરે 1 વાગ્યા પછી કચેરીમાં ધમધમાટ જોવા મળ્યો હતો. / ભાસ્કર

ખાલીખમ| વાહન વ્યવહાર કચેરીમાં તબક્કાવાર લેવાયેલી તસવીરો