• Gujarati News
  • પૂર્વ કચ્છમાં 22 પોલીસ કર્મચારીને પ્રમોશન મળ્યાં

પૂર્વ કચ્છમાં 22 પોલીસ કર્મચારીને પ્રમોશન મળ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વકચ્છ પોલીસબેડામાં ફરજ બજાવતા 22 પોલીસ કર્મચારીને રાજ્યના ગૃહવિભાગ દ્વારા પ્રમોશનના ઓર્ડર ઇસ્યૂ કરાયા છે. પ્રમોશન મળતાં કર્મચારીઓ ગેલમાં આવી ગયા હતા. રાજ્ય સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓના પ્રમોશનના બુધવારે સાંજે ઓર્ડર ઇસ્યૂ કરવામાં આવ્યા હતા, જેમાં પૂર્વ કચ્છના 22 પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે. 7 પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ, 3 હેડ કોન્સ્ટેબલમાંથી એએસઆઇ, 2 ડબલ્યુએચસીમાંથી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, 5 અર્નામ પોલીસ કોન્સ્ટેબલમાંથી એએચસી, 5 એએચસીમાંથી એએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી છે.