• Gujarati News
  • મતિયાદેવને હજારો શ્રદ્ધાળુએ માથું ટેકવ્યું

મતિયાદેવને હજારો શ્રદ્ધાળુએ માથું ટેકવ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેશસંપ્રદાય પાળતા મહેશ્વરી મેઘવાળ સમાજના આરાધ્યદેવ તથા ભવિષ્યવેતા દેવ મામૈદેવના જયેષ્ઠપુત્ર મોટા મતિયાદેવના બે દિવસીય યોજાયેલા મેળામાં કચ્છ સહિત-સૌરાષ્ટ્ર હાલાર પંથકના ભાવિકો ઉમટીને દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કચ્છના બીજા નંબરના મોટા મેળા એવા ગુડથરવાળા મતિયા દેવના મેળામાં સૌ મહાનુભાવો તથા સામાજિક-રાજકીય અાગેવાનો અને સમાજના યુવાનોને શિક્ષણમાં જાગૃતિ લાગીને ધર્મ પ્રત્યે સજાગ રહેવા આહવાન કર્યું હતું.

ગુડથર ગામની સમીપે બિરાજમાન મોટા મતિયાદેવના સમસ્ત મહેશ્વરી સમાજના યજમાન પદે યોજાયેલા બે દિવસીય મેળામાં અખિલ મહેશ્વરી સમાજના નારાયણ દેવ લાલણના પરમ સાંનિધ્યમાં ધર્મગુરુઓએ પૂજન-અર્ચન, બારમતિપંથ, ધ્વજારોહણ, જ્ઞાનકથન સહિતની ધાર્મિકવિધિ સંપન્ન કરાવી હતી. નારાયણદેવનું ઓમાચના ગીત સાથે ભવ્ય સામૈયું નીકળ્યું હતું. મેળામાં મહાપ્રસાદના દાતા દિનેશ માતંગ (સરપંચ-બાયઠ) પરિવારે લાભ લીધો હતો.

બે દિવસીય યોજાયેલા મેળામાં મહેશ્વરી સમાજના તેજસ્વી તારલાઓનું મતિયાદેવ સેવા સમિતિ દ્વારા સરસ્વતી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે પધારેલા કચ્છ-મોરબી સાંસદ વિનોદ ચાવડાનું ફૂલહાર, શાલ, કચ્છી પાઘડી અને તલવાર દ્વારા વિશિષ્ટ સન્માન સમિતિના પ્રમુખ લક્ષ્મણભાઇ ભરાડિયાએ કર્યું હતું. ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી, માજી ધારાસભ્ય વાલજી દનિચા અને ગોપાલ ધુઆ, સમિતિના માજી પ્રમુખ ધનજી હેંગણા, જિલ્લા ભાજપ મંત્રી નરેશ મહેશ્વરી અને પરેશ ભાનુશાલી, નરેશ મહેશ્વરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મેળામાં ખાણી-પીણીની દુકાનો, રમકડાંની દુકાન, ઘર ઉપયોગી વસ્તુઓ, ચકડોળ સહિત સ્ટોલોનો લાભ લીધો હતો. આયોજનને સફળ બનાવવા સમિતિના પ્રમુખ લક્ષ્મણ ભરાડિયા, ખજાનચી કિશોર દાફડા, ટ્રસ્ટી લક્ષ્મીચંદ ફુફલ, ગુલાબ કટુઆ, કિશન દનિચા, જખુભાઇ દનિચા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. સંચાલન સમિતિના મહામંત્રી મોહન જાટ, કિશોર માતંગ અને પચાણભાઇ ડોરૂએ કર્યું હતું.

મેળામાં સજાવેલું મંદિર, ઉમટેલા ભાવિકો, મંચસ્થ મહાનુભાવો, સાંસદ વિનોદભાઇ ચાવડાનું તલવારથી સન્માન કરતા સમિતિના પ્રમુખ લક્ષ્મણભાઇ અને મંચસ્થ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી નજરે પડે છે./ શાંતિલાલમાંગલિયા