તમારી વાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમારી વાત

ભુજમાં વાહનો માટે સ્પીડ લિમિટ નક્કી કરવી જરૂરી

ભુજશહેરનાસ્થાનિકનાના મોટા વાહનો તથા ભુજ શહેરમાં બહારથી આવતા તમામ વાહનો માટે ઝડપ મર્યાદા બાંધવી અતિ જરૂરી છે. કાર્ય તુરંત કરવું જરૂરી છે. વળી સગીર બાળકો દ્વારા ટુ કે ફોર વ્હીલર લાઇસન્સ વિના ચલાવે છે, બાબત અતિ ગંભીર છે માટે સતત થતા નાના મોટા અકસ્માતો માટે સગીરના વાલીઓને પણ આરોપી બનાવવા જોઇએ. વળી, છૂટતી શાળા વખતે નાના બળકો સ્કૂટી-સ્કૂટર પણ બેફામ ચલાવે છે. તંત્રો તથા વાલીઓ જાગે.શહેરમાં ટ્રાફિકના નિયમોના બોર્ડો શહેરમાં લાગડે તથા તોડી પડાયેલા સ્પીડ બ્રેકરો જલદી બને જરૂરી છે.

-સી.જી. માથુર

નેતાઓનાવિધાનથી પદની ગરીમા ઘટાડી

ગિરિરાજસિંહજેવાનેતાઓજે પોતાન બેતુકા વિધાનોથી કેન્દ્રીય રાજ્યમંત્રીનું પદ બદનામ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિશે વિવાદીત બયાન આપીને પોતાના પદની ગરીમા જરૂરી ઘટાડી રહ્યા છે, જેના પર તેઓ બેઠા છે, તે સિવાય ભાજપના ગોવાના મુખ્યમંત્રી પણ ધરણા-પ્રદર્શન કરી નર્સો પર વિવાદીત બ્યાન આપ્યું છે. વિવાદીત બયાન દીધા પછી પાર્ટી હાઇકમાન્ડ તરફથી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. શું એમાં પાર્ટીના મોટા નેતાઓની મૂક સંમતિ હશે રાજનીતિમાં આરોપ-પ્રત્યારોપ માટે સ્થાન છે, પરંતુ આવા છીછરા વિધાનો માટે નહીં. ભારતની જનતા ભાજપને કંઇક કામ કરવા માટે સત્તા સોંપી છે.

-શક્તિસિંહ આર. ચૌહાણ, ભુજ