• Gujarati News
  • મ.ભો. યો.ના કર્મીઓના પગાર વધારા મુદ્દે કોર્ટમાં ધા

મ.ભો. યો.ના કર્મીઓના પગાર વધારા મુદ્દે કોર્ટમાં ધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા સંચાલિત મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ સાથે અન્યાય ભરેલું વર્તન દાખવવામાં આવે છે તથા સમયાંતરે રજૂઆતો કરવા છતાં પગારમાં નજીવી રકમનો વધારો કરાય છે, તેની સામે અદાલતનો સહારો લેવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી મહામંડળના મંત્રી ઇશ્વરલાલ જોષીએ પાઠવેલી અખબારી યાદીમાં જણાવ્યા મુજબ મધ્યાહન ભોજન યોજનના કર્મચારીઓ કલાક કામગીરી કરતા હોવાથી લઘુત્તમ વેતનને પાત્ર છે અને છતાં ચૂકવવામાં આવતું નથી. ગુજરાત હાઇકોર્ટમાં 2011માં અેક પીટિશન પણ દાખલ કરવામાં આવી હતી, જેના ચુકાદા મુજબ સરકારને રજૂઆત કરવા છતાં કોઇ નિર્ણય લેવાતાં મહામંડળના પ્રમુખ ચંદનસિંહ વાઘેલા દ્વારા ફરીથી હાઇકોર્ટના દ્વાર ખખડાવી સિવિલ એપ્લિકેશન દાખલ કરતાં રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારાઇ છે.