• Gujarati News
  • 1588 બૂથ પર 12મીએ યોજાશે આધારકાર્ડ લિંકિંગ મેગા કેમ્પ

1588 બૂથ પર 12મીએ યોજાશે આધારકાર્ડ લિંકિંગ મેગા કેમ્પ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીસમયમાં આવનારી પંચાયત અને પાલિકાઓની ચૂંટણીઓ ઉપરાંત મતદારયાદીની અધિકૃતતા માટે 12મી એપ્રિલના કચ્છના તમામ 1588 ચૂંટણી બૂથ પર આધારકાર્ડ લિંકિંગ માટે મેગા કેમ્પ યોજાશે. તમામ બૂથ લેવલ ઓફિસર જુદા-જુદા નિયત બૂથ પર હાજર રહેશેે.

મળતી માહિતી મુજબ રાજ્યભરમાં એપિકકાર્ડ સાથે તથા મતદારયાદીમાં આધારકાર્ડને જોડવા માટેની કામગીરી થવાની છે. અંતર્ગત કચ્છના 1588 બૂથ પર જિલ્લાવાસીઓ તેમની મતયાદીમાં જરૂરી એવો આધારકાર્ડને લિંક કરાવી શકશે. 12મી અેપ્રિલે સવારે 10:30થી સાંજે 5 સુધી કામગીરી કરવામાં આવશે, જેમાં મતદાતા નામ, નવું નામ દાખલ કરવું, સુધારા કરવા સહિતની પ્રક્રિયા થશે એમ ઇન્ચાર્જ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઇન્દ્રજિતસિંહ વાળાએ જણાવ્યું હતું. તેમના કહેવા મુજબ બૂથ લેવલની કામગીરી બાદ 15મી એપ્રિલથી ચૂંટણી તંત્રના કર્મચારીઓ ઘરે-ઘરે ફરીને પણ આધારકાર્ડ લિંકિંગને પ્રાધાન્ય આપશે. જોકે, બૂથ પર થનારી કામગીરીમાં સીધા અને સરળ રીતના સુધારા તથા લિંકિંગ થઇ શકશે.