• Gujarati News
  • તો કચ્છના રસ્તાઓ માટે વિસ્તાર મુજબ ગ્રાન્ટ મળશે

તો કચ્છના રસ્તાઓ માટે વિસ્તાર મુજબ ગ્રાન્ટ મળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનાસૌથી મોટા જિલ્લા એવા કચ્છમાં રસ્તાઓની સ્થિતિ સમયાંતરે સુધરતી રહે અને તે માટે પૂરતી નાણાકીય વ્યવસ્થા મળી રહે, તેવા આશયથી નાણાપંચ દ્વારા એરિયાવાઇઝ ગ્રાન્ટ ફાળવવામાં આવે, તેવું સ્પષ્ટ સૂચન કરાયું છે.

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખે કચ્છના માર્ગોની સુધારણા અને નવી સુવિધાના ધ્યાને લઇને 2015માં અમલમાં મૂકાનારા 14મા નાણાપંચની બેઠકમાં આવી બાબત ભારપૂવર્ક મૂકી હતી.

45652 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા કચ્છમાં માર્ગ વાહન વ્યવહાર થકી જિલ્લાના લોકો જોડાયેલા રહે છે. રસ્તા પ્રાથિમક સુવિધા છેે. પાણી, શાકભાજી, રાશન, ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ પહોંચવામાં

...અનુસંધાનપાના નં. 6

અનેપહોંચાડવામાં માર્ગો વ્યસ્થિત હોવા જરૂરી છે. કચ્છ જિલ્લામાં આંતરિયાળ ગામો હોવાથી અને વિસ્તારનો વ્યાપ પણ વધુ હોવાથી માર્ગોની મરંમત તથા નવીનીકરણ સમયસર કરાતું રહે અનિવાર્ય છે. માત્ર કચ્છ નહીં દેશભરમાં રસ્તાઓ અંગેની ગ્રાન્ટ પોપ્યુલેશન મુજબ નહીં પણ એરિયા મુજબ ફાળવવી જોઇએ, તેમ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઇ છાંગાએ 14મા નાણાપંચની થોડા સમય પહેલાં મળેલી મીટિંગમાં સૂચવ્યું હતું. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ પૈકી ગુજરાતની બે જિલ્લા પંચાયતના પ્રમુખને નાણાપંચના સભ્યો સાથેની બેઠકમાં સામેલ કરાયા હતા, જેમાં છાંગાએ મુદ્દો ભારપૂવર્ક ઉઠાવ્યો હતો, તેમના કહેવા મુજબ જ્યાં વસતી વધારે છે, ત્યાં વિસ્તાર ઓછો છે એટલે પંચાયતના માર્ગોનું રિપેવરિંગ અથવા નવીનીકરણ 4-5 વર્ષે થતું રહે છે, જ્યારે કચ્છમાં પોપ્યુલેશન ઓછું છે, પણ વિસ્તાર વ્યાપક છે, એટલે ઘણા માર્ગોનું કામ દાયકાઓ સુધી થઇ શકતું નથી. પરિણામે રસ્તાઓની હાલત ખખડધજ બની જાય છે. આવા કારણો રાજ્ય અને કેન્દ્રની 14મા નાણાપંચની બન્ને બેઠકમાં જણાવાયા હતા. શક્યત: મુદ્દો પંચના સભ્યોએ ધ્યાનમાં લીધો છે, જેથી વસતી નહીં પણ વિસ્તાર મુજબ ગ્રાન્ટ ફાળવામાં આવે તેવી પૂરી સંભાવના છે અને અાનો સીધો ફાયદો કચ્છના પંચાયત હસ્તકના રસ્તાઓને થવાનો છે. પ્રમુખ છાંગા સાથે મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે, ગત વર્ષે કોંગ્રસની કેન્દ્ર સરકારમાંથી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે 200 કરોડની રકમ મંજૂર કરાવી હતી. ઉપરાંત 13મા નાણાપંચની જે નિયત ગ્રાન્ટ આવતી હોય મળવાપાત્ર બને છે, પણ જો 14મા નાણાપંચમાં વિસ્તાર પ્રમાણે ગ્રાન્ટ મળશે, તો કચ્છના રસ્તાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. અનુદાન એક પ્રકા