• Gujarati News
  • { વિરોચનનગર જતા પુરૂષ અને એક મહિલા ટ્રક નીચે ચગદાયા

{ વિરોચનનગર જતા પુરૂષ અને એક મહિલા ટ્રક નીચે ચગદાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ વિરોચનનગર જતા પુરૂષ અને એક મહિલા ટ્રક નીચે ચગદાયા

ભાસ્કર ન્યૂઝ. રામપુરા(ભંકોડા)

વિરમગામ-અમદાવાદહાઇવે પર આવેલા સચાણા ગામ પાસે વિરમગામથી અમદાવાદ જઇ રહેલા ટ્રકની અડફેટે આવી જતાં એક મહિલા અને બે પુરૂષ સહિત કચ્છના મનાતા કુલ ત્રણ જણાના મોત નિપજ્યાં હતાં.

સાણંદ પાસેના વિરોચન નગરના મેલડી માતાજીના મંદિર પગપાળા દર્શન કરવા જવા નીકળ્યા હતાં. ટ્રક માટી ભરીને અમદાવાદ જતી હતી અકસ્માત બાદ ટ્રક પલટી ખાઇ ગઇ હતી. જેની પળે ત્રણેય જણા કચડાઇ ગયા હતાં. વિરમગામ ગ્રામ્ય પોલીસ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ ત્રણેય મૃતકોની ઓળખ થઇ શકી નથી. ત્રણેય જણાંની ઉંમર અંદાજે પચાસ વર્ષની આસપાસની હોવાનું જાણવા મળ્યું છે.

સચાણા પાસે અકસ્માતમાં કચ્છના 3 યાત્રીઓના મોત