• Gujarati News
  • ચૂકવણા થતાં 2491 કિસાનના ખેત તલાવડીમાં 13 કરોડ ફસાયા

ચૂકવણા થતાં 2491 કિસાનના ખેત તલાવડીમાં 13 કરોડ ફસાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારનીરાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ કચ્છમાં 2491 જેટલા કિસાનને ખેત તલાવડી બનાવવા સરકાર દ્વારા સહાય અપાઇ છે, જેમાં રૂા.50 હજારથી 1 લાખ સુધીના વર્કઓર્ડર ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરી દ્વારા અપાયા છે. સર્વે બાદ ખેડૂતોએ ખુદની ખેત તલાવડી બનાવી દીધા બાદ માપણી પણ થઇ ગયા છતાં જાન્યુ.થી માર્ચ વચ્ચે બનેલી ખેત તલાવડીના ચૂકવણા કરાતાં ખેડૂતોના અંદાજે રૂા. 13.04 કરોડથી વધુ રૂપિયા ફસાયા છે.

અંગે મળતી માહિતી મુજબ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં ડિસેમ્બર માસમાં ખેડૂતોને રૂા. 1 લાખની બજેટની ખેત તલાવડી તથા ત્યાર બાદ અન્ય ખેડૂતોને રૂા. 50 હજારની સહાયમાં ખેત તલાવડી બનાવવાના વર્કઓર્ડર ક્રમશ: જાન્યુ., ફેબ્રુઆરી માસમાં જમીન વિકાસ નિગમ તરફથી અપાયા હતા તેમજ યોજના અંતર્ગત છેલ્લા બે માસમાં ઓનલાઇન પર ખેડૂતોએ અરજી કરી હતી. યોજના અંતર્ગત અરજી બાદ ગુજરાત જમીન વિકાસ નિગમનો સર્વેયર સર્વે કરી જાય ત્યારબાદ વર્કઓર્ડર અપાતા હોય છે. નિયમ મુજબ ખેડૂતોએ એક માસમાં પોતાના ખર્ચે બાંધકામ કરવાનું રહે છે, જેમાં કામ શરૂ થાય તે પહેલાં જગ્યાનો સર્વે નિગમના ફિલ્ડ સુપરવાઇઝર દ્વારા કરાતો હોય છે, ત્યારબાદ કામ શરૂ થાય તેના ફોટો, કામ થતું હોય તે દરમિયાનના ફોટો તેમજ કામ પૂરું થઇ ગયા બાદના ફોટો કચેરીમાં રજૂ કરવાના હોય છે, જે બાદ જવાબદારો દ્વારા માપણી કામ કરાતું હોય છે, તેનો રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચકક્ષાએ બાયસેગમાં મૂકવામાં આવે છે. તેઓની લીલીઝંડી બાદ નિગમ દ્વારા ચૂકવણા થતા હોય છે. અત્યાર સુધી ખેત તલાવડીની માપણીથી લઇને તમામ ખરાઇ કરવા પાત્ર કામગીરી પૂરી થઇ ગઇ છે. આમ છતાં કોઇને ચૂકવણા કરવામાં આવ્યા નથી.

અંગે બુટ્ટાના ખેડૂત આદમ રાયમાએ જણાવ્યું હતું કે, કોઠારામાં અબડાસા, નખત્રાણા, લખપત એમ 3 તાલુકાનો સાથે કૃષિમહોત્સવ યોજાયો હતો, ત્યારે 1 લાખના વર્કઓર્ડર અપાયા હતા, જેમાં વધુ અરજીઓ આવતાં બાદમાં રૂા. 50 હજારના વર્કઓર્ડર અપાયા હતા, ત્યારે 17/12/14ના મને પણ વર્કઓર્ડર મળ્યો હતો, જે મુજબ એક માસમાં કામ પૂરું કરી દેવાનું હતું, જે મેં પૂરું કરી દીધું તેને 2 માસ થઇ ગયા, માપણી પણ થઇ ગઇ છે. આમ છતાં ચૂકવણા કરાતા નથી.

ખેત તલાવડી શું થાય ફાયદા

સરકારદ્વારાનાના ખેડૂતોને ખેત તલાવડી બનાવવા પ્રોત્સાહન અને સહાય એટલે અપાય છે કે, ઓછા વરસાદ સમયે વરસાદનું પાણી તેમાં સંગ્રહાય, તો તેની મદદથી એક પાકની પિયત ખેડૂત કરી શકે છે. આમ પાક નિષ્ફળ જતો બચાવી શકાય છે. હાલમાં જ્યારે દુકાળ જેવી પરિસ્થિતિ છે, ત્યારે પ્રકારની ખેતતલાવડી બનવાથી પાણીનો સંગ્રહ થાય છે અને જમીનમાં પાણી ઉતરવાથી તેના તળ ઊંચા આવે છે. ઉપરાંત જમીનમાં વધતી જતી ખારાશ પણ અટકાવી શકાય છે.

ખેડૂતોએરજૂઆત પણ કરી

થોડાદિવસઅગાઉ અબડાસા, નખત્રાણા વગેરે તાલુકાઓના ખેડૂતોએ મુદ્દે કલેક્ટર તેમજ નિગમ સમક્ષ રજૂઆત કરી હતી અને શક્ય તેટલી ઝડપે પેમેન્ટ થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. તાલુકાના કૃષિકારો ઉપરાંત બન્ની અને પચ્છમ વિસ્તારના ધરતીપુત્રો પણ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા ભુજ ધસી આવ્યા હતા.

રાહ| બાયસેગ તરફથી લીલીઝંડી અપાઇ નથી : નિગમ

અંગે ગુજરાત જમીન વિકાસ નિગમના મદદનીશ નિયામક એસ.વી. પારૂલકરે જણાવ્યું હતું કે, સર્વે કરીને સ્થળની પ્રિ-ઇમેજ બાયસેગમાં મૂકાય અને તેઓ ખરાઇ કરીને હા પાડે બાદમાં વર્કઓર્ડર આપી શકાય છે, તે રીતે બની ગયા બાદ પોસ્ટ ઇમેજ પાછી મૂકવાની હોય છે, તેઓ સેટેલાઇટની મદદથી સ્થળ પર તલાવડી બની ગયા હોવાની ખરાઇ કરીને અમને જાણ કરે બાદમાં અમે ખેડૂતને ચૂકવણા કરી શકીએ છીએ. પ્રક્રિયા અમે પૂરી કરીને બાયસેગમાં મોકલાવી દીધી છે, પણ તેઓ તરફથી કોઇ જવાબ મળ્યો નથી, જેથી અમે ચૂકવણા કરી શકીએ એમ નથી. જોકે, જવાબ આવવામાં મોડું થાય, તો અમને 75 ટકા રકમ આપવાની સત્તા છે, પણ બાકીના 25 ટકા ક્યારે મળે તે નક્કી નથી હોતું, જેથી હાલે ખેડૂતો 75 ટકા રકમ લેવા તૈયાર નથી. બીજીતરફ સરકારની યોજનામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, જો બાઇસેગના અહેવાલમાં કામગીરીમાં કોઇ અનિયમિતતા સામે આવી તો કર્મચારી કે અધિકારી સામે ફોજદારી સહિતની કામગીરી અને ખોટી રીતે ચૂકવાયેલા રકમની વસૂલાત કરવાની રહેશે, તેથી હાલે બાયસેગ તરફથી હા આવે ત્યાં સુધી કોઇ ચૂકવણા કરાવવામાં કર્મચારીઓ ડરે છે.

ખેત તલાવડીની કામગીરીમાં જોડાયેલા ટ્રેકટર અને જેસેબી મશીન