• Gujarati News
  • અંજારમાં બક્ષીપંચના 26 લાભાર્થીને 5.62 લાખની સહાયના ચેકોનું વિતરણ

અંજારમાં બક્ષીપંચના 26 લાભાર્થીને 5.62 લાખની સહાયના ચેકોનું વિતરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાજિકન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ હેઠળના કુંવરબાઇ મામેરું યોજના તથા સાત ફેરા સમૂહલગ્ન યોજના હેઠળ અંજાર તાલુકાના નવાગામ, દુધઇ, બુઢારમોરા તથા લખપત તાલુકાના પાનધ્રો ગામની બક્ષીપંચની 24 કન્યા તથા સમસ્ત કચ્છી સથવારા સમાજ સમૂહલગ્ન સમિતિને રૂપિયા 5.62 લાખના સહાયના ચેકોનું વિતરણ અંજારના નગરપાલિકાના હોલમાં ગુજરાત સરકારના સંસદીય સચિવના હસ્તે કરવામાં આવ્યું હતું. તકે વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, બક્ષીપંચના નબળા વર્ગના લોકોના વિકાસ અને કલ્યાણ અર્થે રાજ્ય સરકાર સતત ચિંતિત છે રહેશે.

કાર્યક્રમમાં અંજાર પાલિકાના ઉપપ્રમુખ જયશ્રીબેન પંડ્યા, કારોબારી ચેરમેન કેશવજીભાઇ સોરઠિયા, નવાગામના સરપંચ સવજી બીજલ સથવારા તથા સથવારા સમાજના આગેવાનો, સમાજ કલ્યાણ વિભાગના સવજીભાઇ ચૌધરી તથા અરવિંદ મહેશ્વરી હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અનીલ પંડ્યા તથા આભારવિધિ શૈલેશ પટેલે કરી હતી.