ભાસ્કર ન્યૂઝ.અંજાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.અંજાર

અંજારમાંએકાદ કલાકના સમયગાળાના વાવાઝોડાં તથા અડધા કલાકના વરસાદે ભારે નુકસાન કર્યું હતું. વાવાઝોડાંની અસર એટલી હતી કે, સવાસર નાકા બહાર સ્વામિનારાયણ મંદિરના નિર્માણની કામગીરીમાં લગાવાયેલી ક્રેન જમીનદોસ્ત થઇ ગઇ હતી. 25 લાખના ખર્ચે બનેલી અંદાજિત 50 ટનની મૂવેબલ ક્રેન ભારે પવનના કારણે તેના પાટા પરથી ઉતરી ગયા બાદ પડી ગઇ હતી. ક્રેનનો ઉપયોગ ભુજના સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ક્રેનને અંજાર મંદિરના નિર્માણ માટે આપવામાં આવી હતી. સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં ધડાકાભેર ક્રેન પડી જતાં થોડો સમય આસપાસના વિસ્તારમાં ભય પ્રસરી ગયો હતો. બીજીતરફ, વરસાદની આગાહીને પગલે આગમચેતી વાપરીને હોર્ડિંગ્સ હટાવી લેવાના કારણે મોટું નુકસાન પણ ટળ્યું હતું.

અંજારમાં ભારેપવનને પગલે 9થી 12 વાગ્યા સુધી વીજ પ્રવાહ આવતાં અકળાયેલા લોકો વીજ કંપનીએ ધસી ગયા હતા. અગાઉ લાઇટ ક્યારે આવશે તે અંગેની ફરિયાદ કરવા માટે ફોન કર્યા પરંતુ દાદ મળતાં રાતના સમયે પીજીવીસીએલ પહોંચ્યા હતા, જ્યાં વિરોધ નોંધાવ્યો હતો.

અંજારમાં વીજળી વેરણ બનતા લોકો વીજ કંપની ધસી આવ્યા

અંજારમાં સ્વામિનારાયણ મંદિરની 50 ટનની ક્રેન જમીનદોસ્ત થઇ

અંજારમાં ધરાસાયી થયેલી ક્રેન નજરે પડે છે.