• Gujarati News
  • ચાર્લિ સર્કલના આયોજન હરિવંશરાય બચ્ચનની પૌત્રી નમ્રિતા રહેશે ઉપસ્થિત

ચાર્લિ સર્કલના આયોજન હરિવંશરાય બચ્ચનની પૌત્રી નમ્રિતા રહેશે ઉપસ્થિત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂકઅભિનય દ્વારા સમસ્ત જગતને હસાવીને માનવીય બોધ આપનારા હાસ્ય કલાકાર ચાર્લિ ચેપ્લિનના 126મા જન્મદિને આદિપુરનું ચાર્લિ સર્કલ ગ્રૂપ ઉજવણી કરશે, જેમાં ચાર્લિ ચેપ્લિને તેની ફિલ્મ માસ્કરેડરમાં વાપરેલી ઓરિજિનલ સ્ટીક લઈ અવાશે.

16 એપ્રિલના ચાર્લિ ચેપ્લિનના જન્મદિને દરવર્ષની જેમ વર્ષે પણ આદિપુરમાં ડો. અશોક આસવાનીએ રચેલા ચાર્લિ સર્કલ જોરશોરથી ઉજવશે. ગત વર્ષે જાણીતી ઓરકેસ્ટ્રા અને પૃથ્વીરાજ કપૂરની પૌત્રી સંજના કપૂરે હાજરી આપી હતી, તો વર્ષે દિલ્હી સ્થિત સંસ્થા એસિયાન્સ તરફથી સ્થાપક અધ્યક્ષ નેવીલ તુણી ચાર્લિની ઓરિજિનલ લાકડી લઈને આવશે. ઉપરાંત ડો. હરિવંશરાય બચ્ચનના પૌત્રી અને અજીતાભ બચ્ચનના પુત્રી નમ્રિતા બચ્ચન પણ ભાગ લેશે.

16 તારીખે આદિપુરમાં ડો. અશોક અને જગવિખ્યાત જેસન એલિન ચાર્લિની સ્ટાઈલમાં ચાલશે. ચાર્લિ ચેપ્લિન દ્વારા ઉપયોગમાં પ્રથમ વખત લેવાયેલી 1914માં બનેલી ફિલ્મ માસ્કરેડરમાં સ્ટીક વપરાઈ હતી. બધા દસ્તાવેજો આસિયાન્સ આર્કાઈવ અને લાઈબ્રેરી કલેક્શન પાસે છે.

ચાર્લિની અોરિજિનલ સ્ટીક 16મીએ આદિપુરમાં