• Gujarati News
  • કચ્છમાં ભૂકંપ બાદના કાટમાળ કૌભાંડમાં 572 પ્રાથમિક શિક્ષકને મુક્તિ અપાશે

કચ્છમાં ભૂકંપ બાદના કાટમાળ કૌભાંડમાં 572 પ્રાથમિક શિક્ષકને મુક્તિ અપાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ 14 વર્ષ જૂના પ્રકરણમાં રજૂઆતો બાદ ગાંધીનગરથી મુખ્યમંત્રીની જાહેરાત

ભાસ્કરન્યૂઝ. ગાંધીનગર

કચ્છભૂકંપ બાદના કાટમાળ કૌભાંડમાં કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા શિક્ષકોને મુક્તિ આપવાના નિર્દેશ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આપ્યા છે. વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં અસરગ્રસ્ત વિસ્તારની ઘણી પ્રાથમિક શાળાઓ પણ ક્ષતિગ્રસ્ત થઇ હતી. તેના કાટમાળ નિકાલ પ્રકરણમાં જોયા વાંચ્યા વગર હસ્તાક્ષર કરનાર તે વખતના અંદાજે 572 જેટલા શિક્ષકો સંડોવાઇ ગયા હતા. પ્રકરણમાં થયેલી પોલીસ

...અનુસંધાનપાનાનં.4

ફરિયાદોમાંઆરોપીઓ તરીકે શિક્ષકોને પણ સામેલ કરાયા હતા. કાટમાળ પ્રકરણમાં શિક્ષકોનો કોઈ વાંક નથી અને તેમને કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવી જોઈએ પ્રકારની રજૂઆતો ઘણા સમયથી થઇ રહી હતી. આખરે 14 વર્ષ બાદ શિક્ષકોને મોટી રાહત મળશે એવા સંકેત મુખ્યમંત્રી આનંદીબહેન

...અનુસંધાનપાનાનં.4

પટેલેઆપ્યા છે. પ્રાથમિક શિક્ષકો અંગેના ગાંધીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે અંગેની જાહેરાત કરી હતી.



બોક્સ:

સહી કરતા પહેલાં કાળજી રાખો

આનંદીબહેનપટેલેશિક્ષકોને ટકોર કરી હતી કે કોઈ પણ જગ્યાએ હસ્તાક્ષર કરતા પહેલા પૂરતી કાળજી રાખવી જોઈએ. નિયમ મુજબ છે કે નહિ તેની ચકાસણી કરીને સહી કરવી જોઈએ. પ્રાથમિક શિક્ષક સંઘે આવકાર્યો હતો. કાયદાકીય કાર્યવાહીના કારણે શિક્ષકોના પેન્શન અને ઉચ્ચતર સહિતના લાભો અટવાયા હતા, કેટલાક શિક્ષકોના તો મૃત્યુ પણ થઇ ગયા છે.