તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અથડામણ|એક પક્ષે ખૂનના મનદુ:ખમાં હુમલો કર્યાનો અને બીજા જૂથે પોલીસ ફરિયાદને કારણે માર મરાયાનો આર

અથડામણ|એક પક્ષે ખૂનના મનદુ:ખમાં હુમલો કર્યાનો અને બીજા જૂથે પોલીસ ફરિયાદને કારણે માર મરાયાનો આરોપ મૂક્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં અંગત અદાવતમાં ધિંગાણું: 16 ઘવાયા

ભુજનાસરપટ નાકા નજીક આવેલા સમા ફળિયામાં અંગત અદાવતમાં બે પરિવારો વચ્ચે ધિંગાણું થયું હતું, જેમાં બન્ને પક્ષના કુલ મળીને 16 લોકો ઘવાયા હતા. સામસામે બન્ને પક્ષે ફોજદારી ફરિયાદ નોંધાવતા 31 લોકો કાનૂની સકંજામાં આવી ગયા હતા.

શહેરના સરપટ નાકા નજીક શાંતિનગરી બાજુમાં સમા ફળિયામાં સોમવારે બપોરે દોઢ વાગ્યેે બનાવ બન્યો હતો. જબ્બાર નૂર મામદ સમ(29)ની ફરિયાદ પ્રમાણે સમા પરિવારના આરોપીઓ મામદ કમાલ, હસન કમાલ, ભખર મલુક, જુણસ મિયા, મિયા મલુક, બિલાલ હુસેન, ઉમર મલુક, અખેરાજ મલુક, જિયા મલુક, અમીલ કમાલ, હાજી હસન, હારૂન ઇસા, ઇસા સાલે, અબ્દુલ્લા સાલે, રહેમતુલ્લા ઇસા, હકીમ ઇસા અને અશરમ મિયાએ છરી, ધારિયા જેવા હથિયારોથી હુમલો કર્યો હતો. જબ્બારના ભાઈના ખૂન બાબતે મનદુ:ખ રાખીને કરવામાં આવેલા હુમલામાં દસ લોકોને ઇજા થઈ હતી.

જ્યારે મામદ કમાલ સમા(33)એ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ નૂરમામદ ઉમર, જબ્બાર નૂરમામદ, ઇશાક નૂરમામદ, રજાક નૂરમામદ, ગફૂર બામણિયા, ઇમરાન વાહેદ, વાહેદ બામણિયા, સુલેમાન ગફૂર, અબ્દ્રેમાન બામણિયા, સલીમ અબ્દ્રેમાન, અશરફ અબ્દ્રેમાન, હનીફ નૂરમામદ, ઇસ્માઈલ નૂરમામદ, બામણિયા અબ્દ્રેમાને હુમલો કર્યો હતો. શખ્સોની સામે અગાઉ પોલીસમાં અરજી કરવામાં આવી હતી જેનું મનદુ:ખ રાખીને કરવામાં આવેલા હુમલામાં લોકો ઘવાયા હતા.

મામદ કમાલ સમાના પરિવારજનો બિલાલ હુસેન, ઉમર મલુક, મામદ હુસેન, મામદ કમાલ, હુસેન કમાલ અને આલાના હુસેનને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટમાં દાખલ થયા હતા, તો જબ્બાર સમાના કુટુંબીજનો ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બનાવને પગલે ભુજ ડિવિઝન પોલીસમાં ભારે દોડધામ વ્યાપી ગઈ હતી. મારામારી થવાથી સમા ફળિયાની આસપાસ પણ લોકો ટોળે વળ્યા હતા. ઘાયલોને લોહીલુુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા માટે સગા-સંબંધીઓ પણ હોસ્પિટલે પહોંચી ગયા હતા.

દારૂ વેચતા હોવાનો આક્ષેપ કર્યો હતો

મામદ સમાએફરિયાદમાં મૂકેલા આરોપ મુજબ તેઓએ અગાઉ પોલીસમાં અરજીરૂપે સામા પક્ષ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. દારૂના ધંધાની ના કહેવામાં આવતા શખ્સો ધમકી આપતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જબ્બાર અગાઉ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે, પણ હાલની મારામારી પાછળ બન્ને પક્ષની અદાવત હોવાનું જણાઈ આવે છે.

ભુજના સરપટ નાકા થયેલી જ