તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગળપાદરથી 38 હજારનો શરાબ પકડાયો, આરોપી નહીં

ગળપાદરથી 38 હજારનો શરાબ પકડાયો, આરોપી નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |ગળપાદરના રાજવીનગરમાં રહેતા એક શખ્સે પોતાના મકાનમાં દારૂનો જથ્થો રાખ્યાની પૂર્વ કચ્છ એલસીબીને મળેલી માહિતીને આધારે રેડ કરી હતી. સમયે 38 હજારનો ઇંગ્લિશ દારૂ મળ્યો હતો, પરંતુ હરહંમેશની માફક આરોપી નાસી છૂટ્યો હતો. રાજવીનગરમાં રહેતા અશોકસિંહ દિલીપસિંહ ઝાલાએ ઘરમાં દારૂનો જથ્થો રાખ્યાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે કાર્યવાહી કરી હતી, જેમાં ઇંગ્લિશ દારૂની 108 બોટલ મળી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પૂર્વે આરોપી નાસી ગયો હતો.