• Gujarati News
  • ગોંડલના કેસમાં ભુજના જેલર સસ્પેન્ડ

ગોંડલના કેસમાં ભુજના જેલર સસ્પેન્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરાજકોટજિલ્લાની ગોંડલ સબ-જેલના કેસમાં ભુજની પાલારા ખાસ જેલમાં ફરજ બજાવતા એક જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સૂૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ભુજની પાલારા જેલમાં ફરજ બજાવાતા એસ. આઇ. વ્હોરાને મંગળવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાબતે જેલ ઓફિસનો સંપર્ક સાધવામાં આવતા સમર્થન સાંપડ્યું હતું.

વધુમાં જેલના સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, વ્હોરા જ્યારે ગોંડલની સબ-જેલમાં ડેપ્યુટેશન પર હતા ત્યારે તેમની સામે કોઇ કેસની ખાતાકીય તપાસ શરૂ થઈ હતી. તપાસ પૂરી યા બાદ તેમની સંડોવણી બહાર આવી હોવાથી જેલતંત્ર દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, ચોક્કસ ક્યા કારણે તેઓ સસ્પેન્ડ થયા મુદ્દે વિગતો મળી શકી નહોતી. અગાઉ રાજકોટની જેલમાં પણ ફરજ બજાવી ચૂકેલા વ્હોરા ભુજ પાલારા જેલમાં પણ લાંબા સમયથી ફરજ બજાવતા હતા.