તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મહાલક્ષ્મીધામનું બાંધકામ ગેરકાયદે: કોર્ટે અરજી ફગાવી

મહાલક્ષ્મીધામનું બાંધકામ ગેરકાયદે: કોર્ટે અરજી ફગાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંજાદવજીનગર વિસ્તારમાં વરસાદી નાળાં પર મહાલક્ષ્મીધામ સેવા ટ્રસ્ટના બાંધકામને દૂર કરવા માટે ટ્રસ્ટે હાઇકોર્ટમાં કરેલી અરજી ન્યાયધિશે ફગાવી દીધી હતી. બાંધકામની કાયદેસરતાના અભાવે કોર્ટે વર્ષો જૂનું હોવાની દલીલ પણ સ્વીકારી નહોતી.

ભુજ નગરપાલિકા તેમજ સત્તાવાળાઓની મંજૂરી વિના હોવાથી એને તોડી પાડવા માટે નોટિસો આપવામાં આવી હતી. બાંધકામ તોડવા માટે તેમજ કાનૂની રીતે દબાણ હટાવવામાં આવે માટે ટ્રસ્ટે 2013માં દાવો દાખલ કરીને ગુજરાત સરકાર, કલેક્ટર તથા ભુજ નગરપાલિકા વગેરે સામે દાવાના નિકાલ સુધી મનાઈ હુકમની માગણી કરતી અરજી કરી હતી, અરજી જજની કોર્ટે અગાઉ નામંજૂર કરી હતી. એમાં તેઓનું બાંધકામ 70 વર્ષ જૂનું છે, તેથી બાંધ તોડી પાડવામાં આવે એવી માગણી કોર્ટમાં કરવામાં આવી હતી. અપીલ પણ કોર્ટે ફગાવી દીધી હતી. જજમેન્ટ સામે ટ્રસ્ટે રાજ્યની વડી અદાલતમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરી દબાણ જૂનું હોવાથી દૂર કરવાની માગણી દોહરાવી હતી. અરજીના તા.25/11ના ચુકાદામાં ન્યાયમૂર્તિ હર્ષા દેવાણીએ બાંધકામ કાયદેસરનું હોઈ તેમજ મિલકત વિશે કોઇ કાયદેસરના ટાઇટલ હોવા સહિતના કારણોથી અરજી રદ કરી હતી. સ્થાનિકે કેસમાં પાલિકાના વકીલ ડી.વી. ગઢવી હાજર રહ્યા હતા.

પાણીજોડાણનાે આધાર નામંજૂર

નાળાંપરકરવામાં આવેલાં દબાણની કાયદેસરતા સાબિત કરવા ટ્રસ્ટે અગાઉ ભુજની કોર્ટમાં તેમની પાસે વીજજોડાણ અને પાણીનું કનેક્શન છે, એવી દલીલો પણ કરી હતી. જોકે, તમામ દલીલો કોર્ટે નામંજૂર કરી હતી.