• Gujarati News
  • મિરજાપરમાં કુટુંબના 3 સભ્યને શંકાસ્પદ ડેન્ગ્યુ

મિરજાપરમાં કુટુંબના 3 સભ્યને શંકાસ્પદ ડેન્ગ્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનામિરજાપર ગામમાં એક પરિવારના ત્રણ સભ્યને ડેન્ગ્યુના લક્ષણો દેખાતાં આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે.

અંગે ડીએમ�\\\"નો સંપર્ક સાધતાં તેમણે સમર્થન આપતાં જણાવ્યું હતું કે, ત્રણે દર્દીને હાલે ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સભ્યોના રક્તનો નમૂનો ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ બુધવારે સાંજ સુધી મળવાની સંભાવના છે, જેને આધારે તેમની વધુ તપાસ હાથ ધરાશે. લોકોને ખોટી રીતે ભયભીત થવાની ધરપત આપતા આરોગ્ય અધિકારી ભટ્ટે તંત્ર દ્વારા દવા છંટકાવ, ફોગિંગ, બંધિયાર પાણીના નિકાલ સહિતની અલ્ટ્રા ડોમેસ્ટિક કામગીરી થઇ રહી છે.