• Gujarati News
  • માતૃછાયાની 40મી વર્ષની ઉજવણીની ગૌરવયાત્રા

માતૃછાયાની 40મી વર્ષની ઉજવણીની ગૌરવયાત્રા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતૃછાયા વિદ્યાલયને 40 વર્ષ પૂર્ણ થતાં શાળાની વિદ્યાર્થીઓ, શિક્ષિકાઓએ શાળા પરિવેશ તથા ગ્રામ્યવેશમાં ભુજના મુખ્ય રસ્તા પર રેલી સ્વરૂપે નીકળી ઉજવણીની શરૂઅત કરી હતી. જ્યુબિલી ગ્રાઉન્ડથી નીકળેલી ગૌરવયાત્રામાં અનેક ફ્લોટસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. યાત્રાના પ્રારંભમાં શાળાની શિક્ષિકાઓ તથા વિદ્યાર્થિનીઓએ ટુ-વ્હીલરમાં પાયલોટિંગ કર્યું હતું. સ્કૂલની તમામ વિદ્યાર્થિનીઓએ અલગ અલગ સંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેના પગલે ભુજવાસીઓને કાર્નિવલની યાદ તાજી થઇ હતી. ઉજવણી નિમિત્તે અનેક કાર્યક્રમો પણ યોજાશે. / પ્રકાશભટ્ટ