• Gujarati News
  • પકડાયેલા ઢોર હવે માલિકને પાછા નહીં મળે

પકડાયેલા ઢોર હવે માલિકને પાછા નહીં મળે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેેહાલ ઢોર હવે મોતને શરણ : ગાયનું મોત

ભુજસુધરાઇ દ્વારા નાના વોકળા વિસ્તારમાં જૂની સુધરાઇ કચેરીના પ્રાંગણમાં રખડતા ઢોરને વાડામાં પૂર્યા બાદ કરૂણાજનક સ્થિતિમાં જીવતી 40 જેટલા ગૌવંશમાંથી મંગળવારે એક ગાયનું મરણ થતા જીવદયા પ્રેમીઓમાં આઘાતની લાગણી ફેલાઇ છે. બે દિવસ અગાઉ પાંજરે પૂરાતા મૂંગા ઢોર બેહાલ બન્યાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. માત્ર 10 ઢોર રહી શકે તેવી સાંકડી જગ્યામાં 40 ઢોરને પુરી સુધરાઇએ પૂરતી પાણી અને ચારાની પણ વ્યવસ્થા કર્યાના આસપાસના રહેવાસીઓની રજૂઆત તથા વ્યથા કમનસીબે પડતી હોય તેમ મંગળવારે ગંદકી વચ્ચે રહેતી એક ગાયનું મૃત્યુ થયું હતું. બીજી એક બિમાર ગાયને ખાનગી ડોક્ટરને બોલાવી બચાવી લેવાઇ હતી.

સમાચાર માટે જ્યારે જાગૃત નાગરિકોએ મિડિયાને બોલાવ્યા તો હાજર કર્મચારી પણ વાડાને તાળું દઇ ત્યાંથી ભાગી ગયો હતો. વાડામાં છેલ્લા 8 દિવસથી પૂરવામાં આવેલી ગાયોને નિયમિત ચારો અને પાણી અપાતાં હોવાનો લોકોએ આક્રોષ વ્યક્ત કર્યો હતો. તો એક વૃદ્ધાના જણાવ્યા મુજબ ઢોરને વાડામાં લઇ આવતી વખતે પણ કર્મચારી દ્વારા નિર્દયી બની ઢોરને મારી મારીને વાડામાં ભરતા હતા. નાના નાના વાછરડાઓ માટે પણ જીવતે નરક ભોગવતા હોય તેમ જેવો વાડો બન્યો હતો. ચૂંટણી સમયે વોટ માગવા આવતા રાજકીય નેતાઓ માનવીય અભિગમ કેળવી ગૌમાતાને સુરક્ષિત અને હવા ઉજાશવાળા ઠેકાણા ખસેડવાની કાર્યવાહી કરે તેવી લાગણી ઉપસ્થિતોએ વ્યકત કરી હતી.

માત્ર દસ ઢોર રહી શકે તેવા સ્થળે 40 ગૌવંશ રખાતા જોખમ હોવાનો દિશા નિર્દેશ ભાસ્કરે બે િદવસ પૂર્વે કર્યો હતો

ભુજની નગર પાિલકા કચ્છની પાંજરાપોળોમાં મૂકશે ચોપગાં સુધરાઇના સત્તાધીશો ઊંઘતા ઝડપાઇ જતાં યાદી જાહેર કરી

{ પાંજરાપોળ સંગઠનને સાથે રાખીને ઢોરોને સલામત મૂકાશે

{ ગાયનું મોત થતા લોકોમાં નારાજગી : જોકે હવે દોજખમાંથી મુક્તિની આશા

ભુજમાં સુધરાઇ વાડામાં પુરાયેલી ગાયનું મૃત્યુ થયું હતું.

મુદે વિપક્ષ કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહયો છે. એક નિવેદનમાં વિરોધપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કહયું કે, ઢોરોને જે રીતે રખાયાં જે તે દયનીય છે અને નિંદનીય છે. મુદે તેઓએ ચારાની વ્યવસ્થા કરી આપવા પણ કહયુ઼ હતુ઼ તેમ છતાં તેના પર નગરપ્રમુખ હેમલતાબેને ધ્યાન આપ્યું નહોતું. તેમણે સી.ઓ. ને મળીને મુદે વિરોધ નોંધાવ્યો હતો.

નગરપ્રમુખ રાજીનામું આપે

અંગે નગરપતિ હેમલતાબેન ગોર અને સતાપક્ષના નેતા બાપાલાલ જાડેજાએ જણાવ્યું