• Gujarati News
  • ‌~3.50 કરોડના ખર્ચે સુપાર્શ્વનાથ જિનાલયનું નિર્માણ કરાશે

‌~3.50 કરોડના ખર્ચે સુપાર્શ્વનાથ જિનાલયનું નિર્માણ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનકૂવામાંઐતિહાસિક સુપાર્શ્વનાથ જિનાલય ભૂકંપમાં જર્જરિત થઇ જતાં કુશળ એન્જિનિયરો અને સંઘના માર્ગદર્શન હેઠળ રૂા.3.50 કરોડના ખર્ચે પુન: નિર્માણ કરવામાં આવશે.

133 વર્ષ પ્રાચિન જિનાલય 2001માં આવેલા વિનાશક ભૂકંપમાં જર્જરિત થયું હતું, જેની મરંમત કુશળ એન્જિનિયરોની રાહબરી હેઠળ કરાયું હતું. બાદમાં સંઘની બેઠકમાં સર્વાનુમતે દેરાસરને પાયાથી નવું બનાવવા નિર્ણય લેવાયો હતો, જેના અંતર્ગત રૂા. 3.50 કરોડના ખર્ચે નવનિર્માણ પામનારા જિનાલયનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કાર્ય 2.5 વર્ષમાં પૂર્ણ કરાશે.

રાજસ્થાનના બંસી પહાડના પથ્થરમાંથી બહારના ભાગમાં ખાસ કલાત્મક કામોથી તૈયાર કરવામાં આવશે, જ્યારે અંદરના ભાગે શ્વેત મારબલનો ઉપયોગ કરાશે. શિલાન્યાસમાં માનકૂવાના અને હાલે બહાર વસતા જૈન પરિવારના સભ્યોએ દાનની સરવાણી વહાવતાં રૂા. 1 કરોડ જેટલી માતબર રકમ એકત્ર થઇ હોવાનું સંઘના ટ્રસ્ટી અને હોદેદારોએ જણાવ્યું હતું.

સુપાર્શ્વનાથ જિનાલયનું ઐતિહાસિક મહત્ત્વ

માનકૂવામાંજિનાલયનીપ્રતિષ્ઠા મુનિરાજ વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય મુનિ નેમવિજયજી મ.સા.ની પ્રેરણાથી વિક્રમ સવંત 1964માં થઇ હતી, જેમાં સંઘના પાનાચંદ નથુ, જીવરાજ પાનાચંદ, દેવચંદ ઠાકરશી, ડુંગરશી વીજપાર, વચ્છરાજ મૂળચંદ, દેરાજ મૂળજી, રૂપચંદ ભગાજીએ પ્રતિષ્ઠા, ધ્વજદંડનો લાભ લીધો હતો. વિક્રમ સવંત 1936માં મુનિરાજ ગંભીરવિજયજી મહારાજને પરંપરાનુસાર પન્યાસ પદ પ્રાપ્ત થયું હતું .

> 350વર્ષ જૂની પ્રતિમા

>3.50કરોડના ખર્ચે નવનિર્મણ

>2.5વર્ષમાં બાંધકામ પૂર્ણ કરાશે

>શિલાન્યાસમાં1 કરોડનો ચડાવો એકત્ર

350 વર્ષ પ્રાચિન પ્રતિમા સ્થાપિત કરાશે

સુપાર્શ્વનાથજિનાલયનાનવનિર્માણ બાદ સાડા ત્રણ સદી પ્રાચિન પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે. પ્રાચિન પ્રતિમાઓ જૈન પરિવારો માટે અનેરું આકર્ષણ છે. સાથોસાથ સમયાંતરે ચમ્તકારિક અનુભવો દર્શનાર્થીઓને થયા હોવાની લોકવાયકા છે.

રાજસ્થાનના બંશી પહાડના પથ્થરનો ઉપયોગ કરાશે

સુપાર્શ્વનાથ જિનાલયના નવનિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, તેનું એક દૃશ્ય. / વિક્રમસિંહજાડેજા