• Gujarati News
  • ભુજમાં સંસ્કાર સ્કૂલના 700 તેજસ્વી તારલા સન્માનાયા

ભુજમાં સંસ્કાર સ્કૂલના 700 તેજસ્વી તારલા સન્માનાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનીસંસ્કાર સ્કૂલમાં શૈક્ષણિક અને સહશૈક્ષણિક સિદ્ધિઓ મેળવનારા 700 જેટલા બાળકનું સન્માન કરાયું હતું. મા શારદાની નૃત્યવંદનાથી લઇ દેશભક્તિ ગીત, શાસ્ત્રીય નૃત્ય, એકપાત્રિય અભિનય, એકાંકી, ગઝલ, ઢોલવાદન, ભજન બાળકોએ રજૂ કર્યા હતા.

સંસ્કારની સ્વતંત્ર વેબસાઇટ www.sanskarschool.ac.in અને અદ્યતન સોફ્ટવેર sansimageનું ઉદ્દઘાટન ડી.એસ. ગોરના હસ્તે કરવામાં આવ્યું હતું. વેબ અને સોફ્ટવેર તૈયાર કરનારા નયન દિલ્હીવાલાનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના ડાયરેક્ટર કિરીટ કારિયાએ કહ્યું કે, સંસ્કારની રોજેરોજની માહિતી હવે દુનિયાના કોઇ પણ ખૂણે મળી શકશે. બાળકની પ્રગતિનો અહેવાલ, પરિણામ, ઇવેન્ટ્સ ફોટોગ્રાફ્સ, એડમિશન અને અન્ય તમામ માહિતી હવે ઓનલાઇન મળી રહેશે.

ટ્રસ્ટી વીરેન શાહ, સલાહકાર સમિતિના ગીતાબેન સોની અને વાલી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ડાયરેક્ટર્સ કિરીટ કારીઆ, કૃપા કારીઆ, ચિંતન મોરબીઆ, આચાર્ય વિરાજ બારોટ અને જગદીશ બારૂ તેમજ મેનેજર પ્રકાશ તિવારી હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં તેજલબેન તન્ના, ઉષા શર્મા, જય બેટવાલા, પ્રકાશગિરિ, લીના અંતાણી, વિશાલ વડોર, ભાવેશ ડોડિયાએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન નસીમ ચાકી, નિશા શર્મા, ક્રિષ્ના ગઢવી અને રૂપલ સચદેએ કર્યું હતું.