• Gujarati News
  • શિક્ષણને પ્રોત્સાહન આપવાથી ભાવિ પેઢી મજબૂત બનશે

શિક્ષણને પ્રોત્સાહન આપવાથી ભાવિ પેઢી મજબૂત બનશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકમામાંકચ્છ ગુર્જર ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા યોજાયેલી સરસ્વતી સન્માન સમારોહમાં જ્ઞાતિના 600 જેટલા તેજસ્વી તારલાનું બહુમાન કરાયું, તે વેળાએ ભાવિ પેઢીને મજબૂત બનાવવા શિક્ષણની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા હાકલ કરાઇ હતી.

સંસ્થાના પ્રમુખ વિનોદભાઇ એલ. ચૌહાણના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં આશીર્વાદ આપતાં વાસુદેવજી મહારાજે શિક્ષણનું શાસ્ત્રોક્ત મહત્ત્વ સમજાવ્યું હતું. સરદાર પટેલ એવોર્ડ પ્રાપ્ત કરનારા ટેનિસ ખેલાડી ભૂમિ પરમાર, ડો. રમણભાઇ પટેલ રાજ્યસ્તરના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરનારા રમેશભાઇ ચૌહાણ સહિતના વિશેષ સિદ્ધિ પ્રાપ્ત બાંધવોને બિરદાવ્યા હતા. મહાસભાના ઉપપ્રમુખ વિનોદ સોલંકીએ જીવનમાં ધ્યેય પ્રાપ્તિ માટે નિપૂણ બનવા અનુરોધ કર્યો હતો. સંસ્થાના પ્રમુખે ભુજ અને અંજાર વિદ્યાર્થી ભવનના વિકાસના ભાવિ આયોજનની જાણકારી આપી હતી. તેવું મંત્રી અનીલ ચૌહાણની યાદીમાં જણાવાયું હતું.

સિધિ મેળવવા બદલ જ્ઞાતિના તેજસ્વી છાત્રાનું સન્માન કરાયું હતું.

ટેનિસ ખેલાડી અને શ્રેષ્ઠ શિક્ષકનું વિશેષ કરાયું સન્માન