• Gujarati News
  • મિરજાપરમાં ઢોરવાડાથી 41 હજારનો દારૂ જબ્બે

મિરજાપરમાં ઢોરવાડાથી 41 હજારનો દારૂ જબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિરજાપરગામમાં પોલીસે ગાય-ભેંસના વાડાના ઓરડામાંથી રૂા.41 હજારનો વિદેશી દારૂ પકડાયો હતો, સાથે બૂટલેગરને પણ પકડી લેવામાં આવ્યો હતો. મિરજાપરમાં આરોપી કાના જીવા આહિરે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલા તેના ઢોરવાડામાં વિદેશી દારૂનો જથ્થો સંઘર્યો હોવાની બાતમી મળતાં ત્યાં રવિવારે સાંજે છાપો મારવામાં આવ્યો હતો. વિદેશી દારૂની 76 બોટલ તેમજ 144 ક્વાર્ટરિયાં પકડી પાડવામાં આવ્યા હતા. પીઆઇ એ.એન. વાળાને મળેલી બાતમી આધારે ડી-સ્ટાફના શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રદીપસિંહ ઝાલા, મહિપતસિંહ વાઘેલાએ કાર્યવાહી કરીને આરોપી કાના આહિરને ગિરફ્તાર કર્યો હતો.