• Gujarati News
  • ભુજમાં પાંજરે પુરાતા મૂંગાઢોર બન્યા બેહાલ

ભુજમાં પાંજરે પુરાતા મૂંગાઢોર બન્યા બેહાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંરખડતા પશુઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે સુધરાઇએ તાજેતરમાં ચોપગા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ તેને રાખવા માટે યોગ્ય વ્યવસ્થા કરતાં હાલે પકડાયેલી 40 ગાય અને વાછરડી દર્દનાક સ્થિતિનો સામનો છેલ્લા 6 દિવસથી કરી રહી છે. સુધરાઇ દ્વારા પૂરતો ચારો, પાણી, આરોગ્યને લગતી સાર-સંભાળથી લઇને રાખવાની જગ્યા માટે દૂર્લક્ષ સેવાતાં 10ની ક્ષમતાવાળા વાડામાં બંધ 40 ગાય-વાછરડા સંકડાશમાં ભૂખ્યા-તરસ્યા વલખાં મારી રહ્યા છે.

અા અંગે પશુપ્રેમીઓ દ્વારા વિરોધ કરીને \\\"દિવ્ય ભાસ્કર\\\'ને જણાવ્યું હતું કે, થોડાં સમય પહેલાં સુધરાઇએ પકડાયેલા પશુઓને રાખવા માટે જૂની પાંજરાપોળમાં વ્યવસ્થા કરાઇ હોવાની જાહેરાત કરી હતી. આમ છતાં છઠ્ઠીબારી રિંગરોડ નજીક જૂની નગરપાલિકાની જગ્યામાં 10ની ક્ષમતાવાળા વાડામાં 40 પશુને પૂરવામાં આવ્યા છે. પશુપ્રેમીઓએ કરેલી ફરિયાદ મુજબ ઓછી જગ્યાના કારણે 6 દિવસથી પશુઓ લડતા-ઝઘડતા રહે છે, જેથી ઘાયલ પણ થાય છે, તેમાં પણ નાનકડા વાછરડાઓની હાલત દયનીય છે, પૂરતો ઘાસચારો પણ આપવામાં આવતો નથી, જેથી ભૂખે મરતી ગાયોને જાગૃત નાગરિકો દ્વારા બહારથી ચારો આપવામાં આવી રહ્યો છે. પશુઓ એટલી હદે ભૂખ્યા હોય છે કે, ચારો આપતાં અથડામણ શરૂ થાય છે. વધુ પશુઓ અને ઓછી જગ્યાના કારણે મળ-મૂત્ર અને પડતા ચારાના કારણે અહીં અતિશય ગંદકી થઇ ગઇ છે. જે પણ સાફ કરવાની તસ્દી લેવાતાં પશુઓના આરોગ્ય પર અસર પડી રહી છે. પકડાયેલી ગાયો દૂધાળી હોવાથી તેને છોડાવા કોઇ આવે તેવી શક્યતા પણ નથી, ત્યારે પશુઓને સબડાવવા કરતાં યોગ્ય વ્યવસ્થા કરાય તેવી માંગ સામાજિક કાર્યકર મિતેષ શાહ દ્વારા કરાઇ છે.

જૂની પાંજરાપોળમાં મૂકવા આદેશ : CO

સત્તાપક્ષના નેતાબાપાલાલ જાડેજાએ જણાવ્યું હતું કે, સીઓ દ્વારા જૂની પાંજરાપોળમાં મૂકવા આદેશ અપાયો છે, પણ જગ્યાની આસપાસ ભૂતકાળમાં કતલખાના પકડાયાં હતાં, તેથી ત્યાં ગાયો રાખવી ખતરાથી ખાલી નથી, જેથી ત્યાં નથી રાખવામાં આવી. સુધરાઇ ઢોર પકડે તો પાંજરાપોળ સીધા કેમ નથી રાખતી માટે કલેક્ટર મધ્યસ્થી કરે જેથી પ્રશ્નનો હલ થઇ જાય.

સુધરાઇનો ચાર્જસંભાળતા ડીએમઓ પારસ મકવાણાએ મુદે જણાવ્યું હતું કે, જગ્યા 60 ગાય રહી શકે તેટલી વિશાળ છે અને તેમાંથી પણ કેટલીક ગાયો માલિકો છોડાવી ગયા છે અને રહી વાત ચારાની તો રોજના રૂા.1 હજાર ચારા પેટે મેં મંજૂર કરી દીધા છે. આમ પણ અહીં રાખવાની જગ્યાએ જૂની પાંજરાપોળની જગ્યાએ ઢોર મૂકવા આદ