નખત્રાણામાં 25 ફૂટ ઉંચા રાવણનું દહન થશે
ભુજમાં ગરબા પૂજન
હાટકેશ અંબિકામહિલા મંડળ અને સંસ્કૃતપાઠ શાળા દ્વારા નવરાત્રિના 81 બાલિકા અને બટુકોનું પૂજન કરવામાં આવ્યું હતું. વિભાકર અંતાણીએ સ્વાગત કર્યું હતું. જગદીશ ભટ્ટ, દિનેશ પટ્ટણી, આશાબેન વગેરે મહેમાનો તરીકે હાજર રહ્યા હતા. વાસુભાઇ ઠક્કર, રાહુલ ગોર, નટવરલાલ અંતાણી અને સ્વ. ઉમેદ પટ્ટણી દાતા તરીકે રહ્યા હતા.
અહીંના જયમાતાજી ગ્રૂપ દ્વારા આગામી વિજ્યાદશમીના રાવણ દહન કાર્યક્રમ યોજાશે. તા.3/10 સાંજે નગરના 10 હજાર લોકો જોડાશે. પહેલાં ચાર વાગ્યાથી શંકર વિજય સો મિલથી રામ, લક્ષ્મણ, સુશોભિત રથયાત્રા વાજતે ગાજતે ગામના મુખ્યમાર્ગો પર થઇ વથાણ ચોકમાં થઇ 25 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાશે. તેની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક ગ્રૂપ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન કરાશે. આયોજન માટે સમિતિના સરપંચ ડાયાભાઇ સેંઘાણી, ચંદનસિંહ રાઠોડ, જીતુભા જાડેજા, હરિભાઇ મિસ્ત્રી, લાલજી રામાણી, બાબુભાઇ ધનાણી, દિનેશ નાથાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.