• Gujarati News
  • આદિપુરમાં બંધ ઘરમાંથી રૂા. 40 હજારની ચોરી

આદિપુરમાં બંધ ઘરમાંથી રૂા. 40 હજારની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાઇના ઘરે રહેતી બહેનના મકાનના તાળાં તૂટ્યાં

ભાસ્કરન્યૂઝ. ભુજ

આદિપુરમાંપોતાના ભાઈના ઘરે રહેતી એક મહિલાના બંધ મકાનમાંથી તસ્કરોએ તાળાં તોડીને રૂા.40500ની ચોરી કરી હોવાની ઘટના સામે આવી હતી.

બનાવ વિશે આદિપુર પોલીસે માહિતી આપતાં કહ્યું કે, શહેરના બેવાળી વિસ્તારમાં એસસીએક્સ-36માં ચોરીની ઘટના તા.6થી 12 સપ્ટેમ્બર સુધીમાં બની હતી. તસ્કરો દ્વારા ઘરના બંધ તાળાં તોડીને રોકડા 17000, ચાંદીના દાગીના અને ઇમીટેશન જ્વેલરી સહિતનો મુદ્દામાલ ચોરાયો હતો.

મહિલાના ઘરમાં થયેલી ચોરી અંગે તેના ભાઈ હરેશ નારાણદાસ આસરાણીએ ફોજદારી ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.