• Gujarati News
  • માધાપરમાં ટ્રેક્ટર શોરૂમમાં ચોરીનો ભેદ ઉકેલાયો

માધાપરમાં ટ્રેક્ટર શોરૂમમાં ચોરીનો ભેદ ઉકેલાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓઇલના ડબ્બા સાથે પકડયેલા શખ્સને કારણે મળી સફળતા

ભાસ્કરન્યૂઝ.ભુજ

ભુજમાંઓઇલના ડબા સાથે એક શખ્સ પકડાતાં માધાપરની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. એલસીબીના સૂત્રોએ જણાવ્યું કે, ભુજના લાલ ટેકરી વિસ્તારમાં રજાકખાન આમદ ખાન પઠાણ(39)ની ધરપકડ કરવામાં આવી હતી. કેમ્પ વિસ્તારમાં રહેતા શખ્સ પાસેથી ટ્રેક્ટરની એક કિટ, ઓઇલના 10 ડબા(એક ખાલી), મળી કુલ રૂા.38950નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત તા.2/9ના માધાપરની મતિયા કોલોનીમાં આવેલા ટ્રેક્ટરના શોરૂમમાં રૂા.50900ની ચોરી થયાની ફોજદારી ફરિયાદ દાખલ થઈ હતી. બનાવની તપાસ ચાલતી હતી, દરમિયાન ભુજનો શખ્સ પકડાતાં તેને બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. શંકાસ્પદ મુદામાલ અંગે તેની પૂછપરછ કરતાં ગુનો કબૂલ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક બાજુ ચોરીના બનાવો વધુ રહ્યા છે, ત્યારે ડિટેક્શન કામગીરી વધુ સઘન બને તેવી જરૂર છે.

ભુજની ચોરીઓમાં પણ સઘન કાર્યવાહી જરૂરી છે.

માધાપરમાં ચોરીના કેસમાં પકડાયેલો આરોપી (ડાબે) નજરે પડે છે.