• Gujarati News
  • કાલે આયોજન માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મળશે બેઠક

કાલે આયોજન માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મળશે બેઠક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલે આયોજન માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મળશે બેઠક

ભાસ્કરન્યૂઝ. ભુજ

શિક્ષણસાથે સંસ્કારનું સિંચન કરતી 1963ના જૂન મહિનામાં શરૂ થયેલી શૈક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ વિદ્યાલયના 50 વર્ષ પૂર્ણ થતાં ચાલી રહેલા સુવર્ણજયંતી મહોત્સવ અંતર્ગત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાશે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેશે.

સ્વામિનારાયણ સ્કૂલમાં છેલ્લા 50 વર્ષમાં 20300 જેટલા વિદ્યાર્થીએ અભ્યાસ કર્યો છે, તેવી માહિતી આપતા દેવચરણ સ્વામીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સંસ્થા ભુજમાં ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ બાદ બીજી શાળા શરૂ કરનારી સંસ્થા છે કે , જેણે બિનસાંપ્રદાયિક રીતે શિક્ષણ આપ્યું છે. શાળામાં અભ્યાસ કરનારાઓએ સમાજ નિર્માણનું કાર્ય કર્યું છે. વર્ષ દરમિયાન શાળાની કેળવણી સમિતિએ ફેબ્રુઆરી 2014માં જનજાગૃતિ અભિયાન ઉદેશથી રેલી યોજી, વકતૃત્વ સ્પર્ધા યોજાઇ તેમજ ક્વીઝ પ્રોગ્રામમાં ઘણી શાળાઓ અને ગુરુકુળોએ ભાગ લીધો હતો. આગામી ડિસેમ્બર 29, 30 અને 31ના કાર્યક્રમ યોજાવાનો છે, તેમાં વધુમાં વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાય તેવી આશા સંસ્થાના આયોજકો સેવી રહ્યા છે. આગામી 27 ઓક્ટોબરના દિવાળી સંમેલનમાં તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ભાગ લેવા આમંત્રણ સ્કૂલના આચાર્ય એમ.એ. સુથાર, ભરતભાઇ મહેતા, સંતો, કન્વીનર સિયાણીએ અપીલ કરી હતી. ધર્મજીવનદાસજીની પ્રેરણાથી શરૂ થયેલી શાળાએ વિદ્યા આપવામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 15 વર્ષથી 70 વર્ષ સુધીના શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મેળાવડામાં વિદેશમાં વસતા 5000થી વધુને રૂબરૂ મહોત્સવમાં ભાગ લેવા સંતોએ આમંત્રણ આપ્યું હતું.

ભુજમાં માહિતી આપતા દેવચરણ સ્વામી તથા અન્ય આગેવાનો નજરે પડે છે.

\\\"વી આર સ્ટૂડન્ટ ઓફ SSV\\\'ના નારાથી ગુંજશે સ્વામિ. વિદ્યાલય

ભુજની 50 વર્ષ જૂની સંસ્થા ઉજવશે સુવર્ણ જયંતી મહોત્સવ